ગુજરાત

gujarat

ETV Bharat / sitara

'મોતીચુર ચકનાચુર'નું પહેલું ગીત 'ક્રેઝી લગદી' રિલીઝ થયું

મુંબઇ: નવાઝુદ્દીન સિદ્દીકી અને આથિયા શેટ્ટી સ્ટારર આગામી રોમેન્ટિક-કોમેડી ફિલ્મ 'મોતીચૂર ચકનાચુર'ના નિર્માતાએ ગુરુવારે તેનું પહેલું ગીત 'ક્રેઝી લગદી' રિલીઝ કર્યું છે.

મોતી ચુર ચકનાચુર

By

Published : Oct 17, 2019, 11:47 PM IST

નવાઝુદ્દીન સિદ્દીકી અભિનીત ફિલ્મ 'મોતીચુર ચકનાચુર'ના નિર્માતાઓએ ગુરુવારે સાંજે સોશ્યલ મીડિયા પર ફિલ્મનું પહેલું ગીત ' ક્રેઝી લગદી' રિલીઝ કર્યું છે.

ફિલ્મનું પહેલો ટ્રેક 'ક્રેઝી લગદી' રોમાંસ અને કોમેડીથી ભરપૂર છે, ફિલ્મના ટ્રેલર જેવુ જ છે.

આ ગીતમાં લીડ રોલ પુષ્પિંદર ત્યાગી જેનો અભિનય નવાઝુદ્દીન સિદ્દીકી દ્વારા ભજવવામાં આવ્યો છે, તેની અને ફિલ્મની મુખ્ય લેડી એની (આથિયા શેટ્ટી)ની વચ્ચે પ્રેમની ઝલક બતાવામાં આવી છે.

એની, જે આખરે દુબઇ સ્થાયી થવાના સ્વપ્ના માટે પુષ્પિંડર સાથે લગ્ન કરવા તૈયાર થઈ જાય છે, આ ગીતમાં તેની વાઇલ્ડ અને ક્રેઝી સાઇડ જોવા મળી છે. ફિલ્મના ગીતનું ટાઇટલ આના પ્રમાણે સચોટ રીતે બંધ બેસે છે.

તે જ સમયે, પુષ્પિંડર તેની મુખ્ય લેડીને જૉગિંગ કરતા તો કસરત તો ક્યારેક રિક્ષામાં પીછો કરતા જોવામળે છે.

ગીતના લિરિક્સ કુમાર દ્વારા લખવામાં આવ્યા છે અને સ્વરૂપ ખાન દ્વારા ગાવામાં આવ્યું છે અને અમજદ નદીમ આમિર દ્વારા મ્યૂઝિક કંપોઝ કરવામાં આવ્યું છે.

સેક્રેડ ગેમ્સના સ્ટાર અને આતિયા શેટ્ટી સિવાય, ફિલ્મની કાસ્ટમાં વિભા છિબ્બર, નવની પરિહાર, વિવેક મિશ્રા, કરુણા પાંડે, સંજીવ વત્સ, અભિષેક રાવત, સપના સાન્દ અને ઉષા નાગર પણ મહત્વની ભૂમિકામાં છે, 15 નવેમ્બરે દેબામિત્રા બિસ્વાલ દ્વારા નિર્દેશિત આ ફિલ્મ સિલ્વર સ્ક્રીન પર રિલીઝ થશે.

ABOUT THE AUTHOR

...view details