મુંબઈ: અભિનેતા અક્ષય કુમારની નવી ફિલ્મ 'પૃથ્વીરાજ' (Film prithviraj) 21 જાન્યુઆરીએ રિલીઝ થવાની હતી, પરંતુ ભારતમાં કોરોનાની ત્રીજી લહેર (third wave of corona) ઓમિક્રોનના કેસ વધતા ફિલ્મને રિલીઝ (Film prithviraj Release date) થતી હાલ અટકાવામાં આવી છે.
ફિલ્મ 'પૃથ્વીરાજ' રિલીઝ મોકૂફ
સૂત્રના જણાવ્યાં અનુસાર, "તમારી પાસે એક બ્લોકબસ્ટર ફિલ્મ (Blockbuster movie Bollywood) છે જે દેશભરના દર્શકોને પસંદ આવશે, તેથી તમે તેની સાથે આટલું મોટું જોખમ ન લઈ શકો, જ્યારે સિનેમા હોલ દર્શકોથી ભરેલા હોય ત્યારે 'પૃથ્વીરાજ' રિલીઝ થવી જોઈએ. જો તે અત્યારે રિલીઝ થશે તો તે તેનો હેતુ પૂરો કરી શકશે નહીં. આપણે રાહ જોવી જોઈએ કારણ કે, જ્યારે તે રિલીઝ થશે, ત્યારે તે બોક્સ ઓફિસ પર ધમાલ મચાવશે. 'ફિલ્મની આગામી તારીખ ઓમિક્રોનની સ્થિતિને ધ્યાનમાં રાખીને લેવામાં આવશે.'
કોરોનાના કેસોના વધારા વચ્ચે કડક નિયમો લાદવામાં આવ્યા
ભારતમાં કોરોનાના કેસોના (Corona cases in India) વધારા વચ્ચે કડક નિયમો લાદવામાં આવ્યા છે. આ સાથે નવી દિલ્હીમાં સિનેમા હોલ બંધ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. સ્ત્રોતે વધુમાં ઉમેર્યું હતું કે, 'દરેક વ્યક્તિ 'પૃથ્વીરાજ'ને બોક્સ ઓફિસ પર જોવા માંગે છે અને તેના માટે હવે લોકોએ રાહ જોવી પડશે.