ગુજરાત

gujarat

ETV Bharat / sitara

Film Pathan Shooting: શાહરૂખ ખાનનો જોવા મળ્યો દમદાર લુક, રુસ-યુક્રેન યુદ્ધ વચ્ચે શાહરૂખ સ્પેન જવા રવાના - ત્રીજા વિશ્વ યુદ્ધ

યુરોપમાં ચાલી રહેલા રુસ-યુક્રેન યુદ્ધને (Rusia Ukraine War) આજે દસમો દિવસ છે, જ્યારે રૂસ સતત યૂક્રેન પર હુમલાઓ કરી રહી છે. આ સંજોગોમાં શાહરૂખ ખાન ગઈકાલ શુક્રવારે મોડી રાત્રે મુંબઈ એરપોર્ટ પર જોવા મળ્યો હતો. તે ફિલ્મ 'પઠાણ'ના સ્પેન શેડ્યૂલ (Film Pathan Shooting) માટે રવાના થઇ ગયો છે.

Film Pathan Shooting: શાહરૂખ ખાનનો જોવા મળ્યો દમદાર લુક, રુસ-યુક્રેન યુદ્ધ વચ્ચે શાહરૂખ સ્પેન જવા રવાના
Film Pathan Shooting: શાહરૂખ ખાનનો જોવા મળ્યો દમદાર લુક, રુસ-યુક્રેન યુદ્ધ વચ્ચે શાહરૂખ સ્પેન જવા રવાના

By

Published : Mar 5, 2022, 12:27 PM IST

ન્યૂઝ ડેસ્ક: બોલિવૂડના બાદશાહ શાહરૂખ ખાને ફરી એકવાર બોલિવૂડમાં ધમાલ કરવાની તૈયારીનો પ્રારંભ કરી દીધો છે. અભિનેતા ચાર વર્ષ બાદ મોટા પડદા પર જોવા મળશે. હાલ શાહરૂખ ફિલ્મ 'પઠાણ'ને લઈને ચર્ચામાં છે. શાહરૂખ ખાન શુક્રવારે મોડી રાત્રે મુંબઈ એરપોર્ટ પર જોવા મળ્યો હતો. તે ફિલ્મ 'પઠાણ'ના સ્પેન શેડ્યૂલ (Film Pathan Shooting) માટે રવાના થઈ ગયો છે. આ દરમિયાન જોન અબ્રાહમ અને તેની પત્ની પણ દેખાયા હતા. જણાવીએ કે, આ ફિલ્મમાં જોન વિલનની ભૂમિકામાં નજર આવશે.

Film Pathan Shooting: શાહરૂખ ખાનનો જોવા મળ્યો દમદાર લુક, રુસ-યુક્રેન યુદ્ધ વચ્ચે શાહરૂખ સ્પેન જવા રવાના

શાહરૂખ દેખાયો આ લુકમાં

શાહરૂખ ખાનના એરપોર્ટ લુકની વાત કરીએ તો, અભિનેતા પહેલાથી જ તેની અલગ અંદાજ માટે ખ્યાતિ મેળવી ચૂક્યો છે. શાહરૂખે સ્પેન જવા માટે બ્લેક ટી-શર્ટ અને પેન્ટ સાથે સ્કાય બ્લુ કલરનું જેકેટ પહેર્યું હતું. આ સાથે શાહરૂખે માસ્ક અને ફેન્સી ગોગલ્સ પહેર્યા હતા. અગાઉ એવા સમાચાર મળ્યા હતા કે, યુરોપમાં ચાલી રહેલા રુસ-યુક્રેન યુદ્ધની (Rusia Ukraine War) વચ્ચે શાહરૂખ ખાન સ્પેન જશે. તમને જણાવી દઈએ કે, રશિયા સતત દસમાં દિવસે પણ યુક્રેન પર હુમલો કરી રહ્યું છે, જ્યારે શાહરૂખ ખાન યુરોપિયન દેશ સ્પેનમાં 'પઠાણ'ના શૂટિંગ માટે રવાના થયો છે. તમને જણાવી દઈએ કે, રશિયા, યુક્રેન, સ્પેન, જર્મની, ફ્રાન્સ, પોલેન્ડ યુરોપિયન દેશો છે અને એકબીજા સાથે જોડાયેલા છે.

આ પણ વાંચો:shane warne Passes Away: શેન વોર્નના નિધન પર બોલિવૂડ સેલેબ્સ અક્ષય કુમારથી લઈને શિલ્પા શેટ્ટીએ અર્પી શ્રદ્ધાંજલિ

રશિયા ત્રીજા વિશ્વ યુદ્ધ અને પરમાણુ યુદ્ધની પણ ધમકી આપે છે

હાલમાં અહીં સ્થિતિ સારી નથી, ત્યારે રશિયા ત્રીજા વિશ્વ યુદ્ધ (Third World War) અને પરમાણુ યુદ્ધની પણ ધમકી આપી રહ્યું છે. આ સંજોગોમાં યુરોપ કોઈ બિલકુલ સુરક્ષિત દેખાતું નથી.

Film Pathan Shooting: શાહરૂખ ખાનનો જોવા મળ્યો દમદાર લુક, રુસ-યુક્રેન યુદ્ધ વચ્ચે શાહરૂખ સ્પેન જવા રવાના

આ પણ વાંચો:બોલિવૂડમાં શેન વોર્ન પર બનવાની હતી બાયોપિક, બાયોપિક માટે આ હોલિવૂડ એક્ટરનું નામ પણ આવ્યું હતું સામે

ABOUT THE AUTHOR

...view details