ગુજરાત

gujarat

ETV Bharat / sitara

Film Heropanti 2 Release Date: ટાઈગર શ્રોફે શેર કર્યું 'હીરોપંતી 2'નું નવું પોસ્ટર, જાણો ફિલ્મ ક્યારે થશે રિલીઝ - ટાઈગર શ્રોફે ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ

જ્યારથી 'હીરોપંતી 2'નું (Film Heropanti 2) એલાન થયું છે, ત્યારથી જ ટાઈગરના ચાહકો આ ફિલ્મની ઉત્સુકતાથી રાહ જોઇ રહ્યાં છે, ત્યારે ટાઈગર ચાહકો માટે મોટા સમાચાર લઈને આવ્યા છીએ. જાણો ક્યારે થશે 'હીરોપંતી 2' (Film Heropanti 2 Release Date) રિલીઝ..

Film Heropanti 2 Release Date: ટાઈગર શ્રોફે શેર કર્યું 'હીરોપંતી 2'નું નવું પોસ્ટર, જાણો ફિલ્મ  ક્યારે થશે રિલીઝ
Film Heropanti 2 Release Date: ટાઈગર શ્રોફે શેર કર્યું 'હીરોપંતી 2'નું નવું પોસ્ટર, જાણો ફિલ્મ ક્યારે થશે રિલીઝ

By

Published : Feb 12, 2022, 4:34 PM IST

હૈદરાબાદઃબોલિવૂડ લિટલ સુપરહીરો ટાઈગર શ્રોફે ડેબ્યૂ ફિલ્મ 'હીરોપંતી'થી બોલિવૂડમાં ધમાલ મચાવી હતી. ફિલ્મને બોક્સ ઓફિસ અને ચાહકો તરફથી સારો પ્રતિસાદ મળ્યો હતો, જ્યારથી 'હીરોપંતી 2'ની (Film Heropanti 2) જાહેરાત થઈ છે, ત્યારથી જ ટાઈગરના ચાહકો આ ફિલ્મને જોવા માટે ઉત્સુક થઈ રહ્યા છે. જણાવીએ કે, ચાહકોને હવે 'હીરોપંતી-2' માટે વધુ રાહ જોવી પડશે (Film Heropanti 2 Release Date) નહીં.

જાણો 'હીરોપંતી 2' ક્યારે મચાવશે ધુમ

ટાઈગર શ્રોફે તેના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ (Tiger Shroff Instagram Account) પર ફિલ્મનું નવું પોસ્ટર શેર કર્યું છે. આ પોસ્ટ શેર કરીને ટાઈગરે તેના ચાહકોને કહ્યું છે કે, 'મિત્રો, તમને વચન આપું છું કે, આ વખતે ડબલ એક્શન ધમાકા અને એન્ટરટેઈનમેન્ટ હશે... આ ઈદ પર આવી રહ્યા છીએ, એટલે કે 29મી એપ્રિલે રિલીઝ થશે.

આ પણ વાંચો:IPL 2022: આઇપીએલ ઓકશનમાં આર્યન ખાન અને સુહાના ખાન નજર આવ્યાં, જુઓ તસવીરો

આ ફિલ્મમાં વિલનના રોલમાં નવાઝુદ્દીન સિદ્દીકી

મીડિયા રિપોર્ટ્સ અનુસાર, આ વખતે ફિલ્મમાં મોસ્ટ વર્સેટાઈલ એક્ટર નવાઝુદ્દીન સિદ્દીકી વિલનના રોલમાં જોવા મળશે. જો આવું થશે તો ફિલ્મ ચાહકો માટે અદ્ભુત બની જશે. કારણ કે ફિલ્મને હિટ બનાવવામાં નવાઝુદ્દીનનો અભિનય ઘણો મહત્વનો ભાગ ભજવે છે અને દર્શકોનું મનોરંજન અલગ છે. તમને જણાવીએ કે, ટાઈગર અને નવાઝુદ્દીન અગાઉ ફિલ્મ 'મુન્ના માઈકલ'માં જોવા મળ્યા હતા.

જાણો હીરોપંતી 2'ને કોણે ડાયરેકટ કરી

અહેમદ ખાન દ્વારા નિર્દેશિત 'હીરોપંતી 2' ની જાહેરાત ગયા વર્ષે કરવામાં આવી હતી. અહેમદ ખાન અને ટાઈગરની જોડી 'બાગી 2' અને 'બાગી 3'માં જોવા મળી છે. દર્શકોને તેની ફિલ્મો ગમે છે. આ સ્થિતિમાં ચાહકોને આશા છે કે અહેમદ અને ટાઈગર ફરી એકવાર મોટો ધમાકો કરશે.

આ પણ વાંચો:James Teaser Release: પ્રભાસ પુનીત રાજકુમારને યાદ કરતા થયો ઇમોશનલ, 'જેમ્સ' પર લખી નોટ

ABOUT THE AUTHOR

...view details