ગુજરાત

gujarat

ETV Bharat / sitara

બોક્સ ઓફિસ પર ધુમ મચાવ્યા બાદ 'ગલી બોય' ઓસ્કારમાં કરવા જઇ રહી છે એન્ટ્રી

મુંબઇઃ ઝોયા અખ્તરની ક્રિટિકલી અકેલમ્ડ ફિલ્મ 'ગલી બોય'ને વધુ એક ખાસ દરરજો મળ્યો છે. રણવીર સિંહ અને આલિયા ભટ્ટ સ્ટારર ગલી બોય 92માં ઓસ્કાર એેકેડમી એવોર્ડ્સ માટે ઇન્ડિયા તરફથી ઓફિશિયલ એન્ટ્રી ફિલ્મ માટે પસંદગી કરવામાં આવી છે.

By

Published : Sep 21, 2019, 9:30 PM IST

ગલી બોય' ઓસ્કારમાં કરવા જઇ રહી છે એન્ટ્રી

ફિલ્મમેકર ફરહાન અખ્તર જે ફિલ્મના પ્રોડ્યુસર પણ છે, તેઓએ શનિવારની સાંજે પોતાના સોશિયલ મીડિયા પર આ વાતની જાણકારી આપી હતી.

ફરહાન અખ્તરે પોતાના ટ્વીટર પર ફિલ્મમાંથી રણવીર કપૂરનો ફોટો શેર કરીને પોતાના હેન્ડલર પર લખ્યું કે, '#ગલી બોય 92માં ઓસ્કાર માટે ઇન્ડિયા તરફથી ઓફિશિયલ એન્ટ્રી ફિલ્મ માટે પસંદગી કરવામાં આવી છે. #अपना टाइम आएगा.'

અભિનેતાએ આગળ લખ્યું કે, 'ફિલ્મ ફેડરેશનનો આભાર અને #ઝોયા @kagtireema @ritesh_sid @ranveerofficial @aliaa08 @siddhantcahturvD @kalkikanmani અને ફિલ્મની સમગ્ર કાસ્ટ અને ક્રુને પણ મુબારક '

ઝોયા અખ્તર દ્વારા ડિરેક્ટેડ ગલી બોય ફિલ્મમાં અંડર ગ્રાઉન્ડ રૈપર્સની વાત કરવામાં આવી છે. ફિલ્મ અમુક હદ સુધી નેજી અને ડિવાઇનથી પ્રેરિત છે, પરંતુ તેની બાયોપિક નથી.

કમાલના રૈપ સોન્ગ્સ અને ખૂબ જ સુંદર સ્ટોરીલાઇનની સાથે ફિલ્મે બોક્સ-ઓફિસ પર પણ ધમાલ મચાવી હતી અને કેટલાક ફિલ્મ ફેસ્ટિવલ્સમાં પણ ફિલ્મે ખૂબ જ વાહ-વાહી લૂંટી હતી.

ABOUT THE AUTHOR

...view details