ગુજરાત

gujarat

Film Gehraiyaan Release Date: ફિલ્મ ગહરાઇયાંને A પ્રમાણપત્ર સાથે લીલી ઝંડી મળી ગઇ

દીપિકા પાદુકોણ (Deepika Padukon), અનન્યા પાંડે, સિદ્ધાંત ચતુર્વેદી અને ધૈર્ય કારવા સ્ટારર ફિલ્મ 'ગહરાઇયાં 11 ફેબ્રુઆરીના એમેઝોન પર રિલીઝ (Film Gehraiyaan Release Date) થવા જઇ રહી છે, ત્યારે હવે આ ફિલ્મને સેન્ટ્રલ બોર્ડ ઓફ ફિલ્મ સર્ટિફિકેશન દ્વારા A પ્રમાણપત્ર મળી ગયું છે. જેમાં એક ટવિસ્ટ પણ છે. જાણો શું છે એ ટવિસ્ટ..

By

Published : Feb 10, 2022, 11:09 AM IST

Published : Feb 10, 2022, 11:09 AM IST

Film Gehraiyaan Release Date: ફિલ્મ ગહરાઇયાંને A પ્રમાણપત્ર સાથે લીલી ઝંડી મળી ગઇ
Film Gehraiyaan Release Date: ફિલ્મ ગહરાઇયાંને A પ્રમાણપત્ર સાથે લીલી ઝંડી મળી ગઇ

ન્યૂઝ ડેસ્ક: દીપિકા પાદુકોણ (Deepika Padukon), અનન્યા પાંડે, સિદ્ધાંત ચતુર્વેદી અને ધૈર્ય કારવા સ્ટારર ફિલ્મ 'ગહરાઇયાં'નું ટ્રેલર બહાર આવ્યું છે, ત્યારથી ચાહકો ફિલ્મમાં ઘણી બધી કિસ અને ઈન્ટીમેટ સીન્સ (Intimate scenes In Gehraiyaan) વિશે વાત કરી રહ્યા છે. એમાં કોઈ નવાઈ નથી કે દિગ્દર્શક શકુન બત્રાની બોલ્ડ ફિલ્મ (Film Gehraiyaan Release Date) હવે ફક્ત 18 વર્ષ કે તેથી વધુ ઉંમરના લોકો જ જોઈ શકે છે. કારણ કે ફિલ્મને સેન્ટ્રલ બોર્ડ ઓફ ફિલ્મ સર્ટિફિકેશન (CBFC) દ્વારા A પ્રમાણપત્ર આપવામાં આવ્યું છે.

ફિલ્મ સર્ટિફિકેશનમાં ઉલ્લેખ કરાયો

ફિલ્મને આપવામાં આવેલા પ્રમાણપત્રની સત્તાવાર કોપી મુજબ, એક પણ કટ વગર ગહરાઇયાંને મંજૂરી મળી ગઇ છે. ફિલ્મ સર્ટિફિકેશનમાં ઉલ્લેખ કરાયો છે કે, તપાસ ટીમે ફિલ્મ જોયા બાદ ચૂંટણી પંચ દ્વારા લાદવામાં આવેલા કેટલાક સુધારા અને છૂટછાટની ભલામણ કરી હતી, જેનો અમલ કરવામાં આવ્યો છે.

આ પણ વાંચો:Gehraiyaan News Song: ફિલ્મ 'ગહરાઈયાં'ના નવા ગીતે મચાવી ધૂમ

ફિલ્મ ગુચવાયેલા સંબંધો પર આધારિત

ફિલ્મને A પ્રમાણપત્ર સાથે લીલી ઝંડી મળી ગઈ છે. જણાવી દઈએ કે નિર્દેશક શકુન બત્રાની આ ફિલ્મ ગુચવાયેલા સંબંધો પર આધારિત છે. જે 11 ફેબ્રુઆરીએ OTT પર રિલીઝ થઈ રહી છે.

બોલિવૂડમાં આ કોન્સેપ્ટ નવો

આ ફિલ્મના લવ મેકિંગ સીન શૂટ માટે ઇન્ટિમસી ડિરેક્ટર્સની મદદ લેવાય હતી. બોલિવૂડમાં આ કોન્સેપ્ટ નવો છે, પરંતુ શકુનને લાગે છે કે, ફિલ્મના કોનસેપ્ટ સિવાય તેના ઈન્ટિમેટ સીન વિશે વધુ ચર્ચા થઈ રહી છે. તેને કહ્યું, 'એ વાત સાચી છે કે, ફિલ્મમાં બોલ્ડ સીન્સ છે, પરંતુ માત્ર તેના વિશે જ વાત કરવી ખોટું કહેવાય'. કલાકારોએ સખત મહેનત કરી છે, તેમની પણ પ્રશંસા થવી જોઈએ.

દીપિકાએ ETimesના એક ઇન્ટરવ્યુમાં જણાવ્યું

અગાઉ ETimesના એક ઇન્ટરવ્યુમાં, દીપિકાએ ફિલ્મમાંથી તેના સૌથી મોટા ટેકઅવે વિશે વાત કરી હતી. “દીપિકાએ કહ્યું હતું કે, મને એવું લાગે છે કે, અમે જે લોકોને મળ્યા છીએ અને અમને જે અનુભવો થયા છે તે ફિલ્મથી સૌથી મોટો ફાયદો છે. વધુમાં જણાવે છે કે, એવી તક ઓછી મળતી હોય છે કે, જ્યારે તમે સમાન વિચારધારા ધરાવતા લોકો સાથે કામ કરવા મળે, જ્યાં જ્યાં દરેક જણ એકબીજાને સમજે અને મસ્તીભર્યો સ્વભાવ હોય. આ ઉપરાંત તે કહે છે કે, અમારી પાસે એકબીજા પ્રત્યે જે એનર્જી હતી તે ફિલ્મમાં સારી રીતે દર્શાવામાં આવી છે.

આ પણ વાંચો:Complaint against Aditya Pancholi: આદિત્ય પંચોલીને લઇને વિવાદ,સેમ ફર્નાન્ડિસે લગાવ્યાં ગંભીર આરોપ

ABOUT THE AUTHOR

...view details