ગુજરાત

gujarat

ETV Bharat / sitara

FIlm Dasvi Trailer Release: અમિતાભ બચ્ચને અભિષેક બચ્ચનની ફિલ્મ 'દસવી'ના ટ્રેલરની કરી પ્રશંસા - નેટફ્લિક્સ ઇન્ડિયા

ફિલ્મ 'દસવી' ટ્રેલરના રિલીઝ (FIlm Dasvi Trailer Release) સાથે બોલિવૂડ અભિનેતા અભિષેક બચ્ચન તેના અભિનય માટે ખૂબ પ્રશંસા મેળવી રહ્યો છે. આ દરમિયાન તેના પિતા અમિતાભ બચ્ચન તેના નવા પ્રશંસક (Amitabh Bachhan praise his Son For Film Dasvi ) લાગી રહ્યાં છે.

FIlm Dasvi Trailer Release: અમિતાભ બચ્ચને અભિષેક બચ્ચનની ફિલ્મ 'દસવી'ના ટ્રેલરની કરી પ્રશંસા
FIlm Dasvi Trailer Release: અમિતાભ બચ્ચને અભિષેક બચ્ચનની ફિલ્મ 'દસવી'ના ટ્રેલરની કરી પ્રશંસા

By

Published : Mar 24, 2022, 4:54 PM IST

મુંબઈ: તાજેતરમાં ફિલ્મ 'દસવી'નું ટ્રેલર રિલીઝ કરવામાં આવ્યું છે. આ દરમિયાન અભિષેક બચ્ચનની તેના પાત્રને લઇને ખુબ પ્રશંસા કરવામાં આવી રહી છે. આ સંજોગોમાં અભિષેક બચ્ચનના પિતા અમિતાભ બચ્ચને ગુરુવારે ટ્વિટ કરી કહ્યું કે, "તેનો પુત્ર યોગ્ય ઉત્તરાધિકારી સાબિત થયો છે".

અમિતાભ બચ્ચને કર્યુ ટ્વિટ:સાથે જ ફિલ્મ 'દસવી'ના ટ્રેલરની લિંક શેર કરતા અમિતાભે તેમના પિતા, લેખક અને કવિ હરિવંશરાય બચ્ચનને ટાંકીને કહે છે, "મેરે બેટે, મેરે બેટે હોને સે તુમ મેરે ઉત્તરાઘિકારી નહી હોંગે. જો મેરે ઉત્તરાધિકારી હોંગે, વો મેરે બેટે હોંગે....હરિવંશ રાય બચ્ચન, અભિષેક તુમ મેરે ઉત્તરાધિકારી હોંગે, બસ કેહ દિયા તો કેહ દિયા". પિતાની આ ટ્વિટ જોઇ અભિષેકે જવાબમાં કહ્યું, "લવ યુ પા."

આ પણ વાંચો:અદાઓનો ખજાનો એટલે નોરા ફતેહી, જુઓ એકદમ હોટ તસવીરો

ફિલ્મની મહત્વની વાત: તુષાર જલોટા દ્વારા નિર્દેશિત, ફિલ્મ 'દસવી' ગંગા રામ ચૌધરીના જીવન પર આઘારિત છે. જે એક અનપઢ, ભ્રષ્ટ અને દિલ સે દેશી" રાજકારણી જે જેલમાં "નવી ચૂનૌતી" શોધે છે. આ કોમેડીમાં ફિલ્મમાં અભિષેક ઉપરાંત, યામી ગૌતમ અને નિમરત કૌર પણ છે. નિમરત ચૌધરીની પત્ની બિમલા દેવીની ભૂમિકા ભજવશે, જેમણે હવે જેલમાં હોવા છતાં મુખ્ય પ્રધાનનું પદ સંભાળ્યું છે. યામી IPS ઓફિસર જ્યોતિ દેસવાલની ભૂમિકામાં જોવા મળશે. દિનેશ વિજન દ્વારા તેમના બેનર મેડૉક ફિલ્મ્સ, જિયો સ્ટુડિયો અને બેક માય કેક ફિલ્મ્સ હેઠળ નિર્મિત, 'દસવી' 7 એપ્રિલે નેટફ્લિક્સ ઇન્ડિયા અને જિયો સિનેમા પર રિલીઝ (Film Dasvi Release Date) થશે.

આ પણ વાંચો:'લવ હોસ્ટેલ'ને લઇને વિક્રાંત મેસીએ કર્યો ખુલાસો

ABOUT THE AUTHOR

...view details