ગુજરાત

gujarat

ETV Bharat / sitara

યામી ગૌતમ 'ઉરી'ના ડાયરેક્ટર આદિત્ય ધર સાથે લગ્નનાં તાંતણે બંધાઈ - 'ઉરી'ના ડાયરેક્ટર આદિત્ય ધર

બોલીવુડ અભિનેત્રી યામી ગૌતમ (Yami Gautam) એ લગ્ન કરી લીધા છે. તેણે લગ્નનો પ્રથમ ફોટો સોશિયલ મીડિયા પર શેર કર્યો છે. યામીએ ફિલ્મ 'ઉરીઃ ધ સર્જિકલ સ્ટ્રાઇક (Uri: The Surgical Strike)' ના ડાયરેક્ટર આદિત્ય ધર (Aditya Dhar) સાથે લગ્ન કર્યાં છે.

yami
yami

By

Published : Jun 5, 2021, 12:07 PM IST

  • યામી ગૌતમ 'ઉરી'ના ડાયરેક્ટર આદિત્ય ધર સાથે લગ્નનાં તાંતણે બંધાઈ
  • યામીએ પરિવારની હાજરીમાં કર્યા લગ્ન
  • યામી અને આદિત્યએ એક જેવો જ ફોટો કર્યો શેર

નવી દિલ્હીઃ બોલીવુડ અભિનેત્રી યામી ગૌતમ (Yami Gautam) એ લગ્ન કરી લીધા છે. તેણે લગ્નનો પ્રથમ ફોટો સોશિયલ મીડિયા પર શેર કર્યો છે. યામીએ ફિલ્મ 'ઉરીઃ ધ સર્જિકલ સ્ટ્રાઇક (Uri: The Surgical Strike)' ના ડાયરેક્ટર આદિત્ય ધર (Aditya Dhar) સાથે લગ્ન કર્યાં છે. આ લગ્ન ખુબ ઇન્ટીમેટ હતા અને તેમાં બન્ને પરિવારના લોકો સામેલ થયા હતા. બોલીવૂડ એક્ટ્રેસ યામી ગૌતમે અચાનક લગ્ન કરી તમામ ફેન્સને ચોંકાવી દિધા છે. અભિનેત્રી યામી ગૌતમે ઉરી ફિલ્મના ડાયરેક્ટર આદિત્ય ધાર સાથે લગ્ન કર્યા છે.

આ પણ વાંચો: યામી ગૌતમે આસામી ગમોસાને નકાર્યો, હવે થઈ રહી છે ટ્રોલ

યામીએ પરિવારની હાજરીમાં કર્યા લગ્ન

યામીએ પોતાના લગ્નનો પ્રથમ ફોટો શેર કરતા લખ્યું છે- પોતાના પરિવારોના આશીર્વાદથી આજે અમે લગ્ન કરી લીધા છે. અત્યંત વ્યક્તિગત વ્યક્તિ હોવાને લીધે અમે આ ઉત્સવ માત્ર અમારા પરિવારની સાથે મનાવ્યો છે.

યામી અને આદિત્યએ એક જેવો જ ફોટો કર્યો શેર

યામી અને આદિત્યએ એક જેવો ફોટો અને એક જ પોસ્ટ શેર કરી છે. પોતાના લગ્નના ફોટોમાં અભિનેત્રી લાલ સાડીમાં જોવા મળી રહી છે.

આ પણ વાંચો: અ થર્ઝડે: માસ્ટરમાઈન્ડ યામી ગૌતમનો ફર્સ્ટ લુક થયો રિલીઝ

યામી ગૌતમ દુલ્હન બનીને ખૂબ જ સુંદર લાગી રહી છે

યામી ગૌતમ દુલ્હન બનીને ખૂબ જ સુંદર લાગી રહી છે. તેણે લગ્નના ખાસ અવસર પર મરુન કલરની સાડીને પસંદ કરી છે. આ સાથે જ ગોલ્ડન હેવી જ્વેલરીમાં જોવા મળી રહી છે. જ્યારે આદિત્ય વ્હાઈટ શેરવાનીમાં જોવા મળ્યા.

ABOUT THE AUTHOR

...view details