ગુજરાત

gujarat

ETV Bharat / sitara

રામ સીતા પાત્રના ફેમસ એક્ટરનું ઘર ગુંજી ઉઠશે, જાણો કારણ - ફેમસ એક્ટર

ગુરમીત ચૌધરી અને દેબીના બેનર્જીની (Gurmeet Chaudhary and Debi's Banerjee) ફેમસ જોડીએ ફેન્સ સાથે તેના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ (Gurmeet Chaudhary Instagram Account) પરથી ખુશી શેર કર્યાં છે. જાણો કારણ..

રામ-સીતા પાત્રના ફેમસ એક્ટરનું ઘર ગુંજી ઉઠશે, જાણો કારણ
રામ-સીતા પાત્રના ફેમસ એક્ટરનું ઘર ગુંજી ઉઠશે, જાણો કારણ

By

Published : Feb 9, 2022, 4:04 PM IST

Updated : Feb 9, 2022, 6:24 PM IST

હૈદરાબાદઃટીવી પર રામ અને સીતાનું પાત્ર ભજવનાર ગુરમીત ચૌધરી અને દેબીના બેનર્જીની (Gurmeet Chaudhary and Debi's Banerjee) પ્રખ્યાત જોડીએ ચાહકોને ખુશખબર આપી છે. દંપતીનું ઘર 11 વર્ષ પછી ગુંજી ઉઠશે. આ કપલે સોશિયલ મીડિયા (social Media) પર બેબી બમ્પની તસવીર શેર કરીને ફેન્સને ખુશખબર આપી છે. આ સમાચાર સાંભળીને ફેન્સ પણ શુભેરછા પાઠવી રહ્યાં છે.

ગુરમીતે ફોટો શેર કરી આપ્યું કેપ્શન

ટીવી એક્ટર ગુરમીત ચૌધરીએ પોતાના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ (Gurmeet Chaudhary Instagram Account) પર પત્ની દેબીના સાથેનો એક ફોટો શેર કર્યો અને કેપ્શનમાં લખ્યું- 'હવે અમે ત્રણ બનવા જઈ રહ્યા છીએ' ચૌધરી જુનિયર આવી રહ્યો છે. તમારા આશીર્વાદની જરૂર છે.' આ તસવીરમાં દેબીના અને ગુરમીત ખૂબ ખુશ લાગી રહ્યાં છે. ચાહકો પણ કપલને અભિનંદન પાઠવી રહ્યા છે.

આ જોડી ખુબ પસંદ લોકોને

જણાવીએ કે, ગુરમીત અને દેબીનાએ ટીવી સીરિયલ 'રામાયણ'માં રામ-સીતાના પાત્રથી ખુબ લોકપ્રિયતા મેળવી હતી. ચાહકોને આ નવા જમાનાની રામ-સીતાની જોડી ખૂબ પસંદ આવી હતી. આ સીરિયલ પછી આ જોડી તેમના અફેરને લઈને ચર્ચામાં આવી હતી, ત્યારથી ગુરમીત અને દેબીના કોઈ ટીવી શો કે ફિલ્મમાં સાથે જોવા મળ્યા નથી. જોકે, બન્નેએ 'નચ બલિયે' અને 'પતિ પત્ની ઔર વો' જેવા રિયાલિટી શોમાં સાથે કામ કર્યું હતું.

આ પણ વાંચો:Oscar 2022: ફિલ્મ 'રાઈટીંગ વિથ ફાયરે' 'જય ભીમ'ને આપી માત, જાણો કઇ રીતે

આ શોર્ટ ફિલ્મ વિશે

હાલ માહિતી મળી રહી છે કે, ફરી આ જોડી સ્ક્રીન પર સાથે ધમાલ મચાવી શકે છે. આ કપલ રિવોલ્યૂશનરી OTT પ્લેટફોર્મ બિગબેંગ દ્વારા રોમાન્સ ડ્રામા 'શુભો બિજોયા'માં સાથે જોવા મળશે. આ શોર્ટ ફિલ્મના નિર્દેશક રામ કમલ મુખર્જી છે.

આ ફિલ્મ 'ઓ હેનરી'ને શ્રદ્ધાંજલિ

આ શોર્ટ ફિલ્મ 'શુભો બિજોયા' (Short film Shubho Bijoya) એક લવ સ્ટોરી છે, જે એક ફેશન ફોટોગ્રાફર અને સુપરમોડેલ પર આઘારિત છે. અરિત્રા દાસ, ગૌરવ ડાગા અને સરબાની મુખર્જીએ આ શોર્ટ ફિલ્મનું નિર્માણ કર્યું છે. આ ફિલ્મ 'ઓ હેનરી'ને શ્રદ્ધાંજલિ છે.

આ પણ વાંચો:અનન્યા પાંડેએ ફરી એકવાર આપ્યા કાતિલ પોઝ, ગહરાઈયાં પ્રમોશનમાંથી તસવીરો શેર

Last Updated : Feb 9, 2022, 6:24 PM IST

ABOUT THE AUTHOR

...view details