મુંબઇ: હ્રતિક રોશનની એક્સ વાઇફ અને ઈન્ટિરિયર ડિઝાઈનર સુઝાન ખાને સંગીતકાર સબા આઝાદના વખાણ કર્યા છે. હ્રતિક રોશન અને સબા આઝાદ (Hritik Roshan And saba Azad) થોડા દિવસો પહેલા જ સાથે ડિનર કરતા જોવા મળ્યાં હતા. જેણે વાતાવરણમાં ગરમાવો લાવ્યો છે.સુઝાને ઈન્સ્ટાગ્રામ અકાઉન્ટ (Suzan Khan Instagram Account) પર સબાનો ફોટો શેર કરી અને કહ્યું..
સુઝાને ઈન્સ્ટાગ્રામ પર સબાનો કર્યો શેર
સુઝાને ઈન્સ્ટાગ્રામ પર સબાનો એક ફોટો શેર કર્યો છે. જેમાં સબા મુંબઈની એક ઈવેન્ટમાં જોવા મળી રહી છે. સુઝેને પોસ્ટના કેપ્શનમાં લખ્યું, 'કેટલી શાનદાર શામ..! સબા આઝાદ, તમે સુપર કૂલ અને ખુબ જ ટેલેન્ટેડ છો.
સબાએ આપ્યો પોસ્ટનો જવાબ
સબાએ પોસ્ટનો જવાબ આપ્યો (Saba Azad React On Suzan Khan Post) અને લખ્યું, 'આભાર મારી સુઝી, ગઈકાલે રાત્રે તમે ત્યાં હતા તે જાણીને ખુશી થઇ.' અભિનેતા વરુણ મિત્રાએ પણ તેની ઈન્સ્ટાગ્રામ સ્ટોરી પર સબાની એક તસવીર પોસ્ટ કરી છે અને ફોટા માટે હ્રતિક રોશનની કઝિન પશ્મિનાને ક્રેડિટ આપી છે.3