ગુજરાત

gujarat

ETV Bharat / sitara

દિલીપકુમારના બંને ભાઈઓ કોરોના સંક્રમિત, બંનેની હાલત ગંભીર - અભિનેતા દિલીપ કુમાર

દિલીપ કુમારના બંને ભાઇ અહસાન ખાન અને અસલમ ખાન કોરોના વાઇરસથી સંક્રમિત થયાં છે. હાલ બંને ભાઈઓની હાલત ગંભીર છે.

Dilip Kumar's brothers in critical condition
દિલીપકુમારના ભાઈઓની હાલત ગંભીર

By

Published : Aug 21, 2020, 8:17 AM IST

મુંબઇ: સિનેમા જગતના દિગ્ગજ અભિનેતા દિલીપ કુમારના બંને ભાઇ કોરોના વાઇરસથી સંક્રમિત થયાં છે. તે બંનેને લીલાવતી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. જ્યાં તેમની સારવાર ચાલી રહી છે. તાજેતરના રિપોર્ટની જાણકારી અનુસાર બંને ભાઇઓની હાલત ગંભીર છે.

આપને જણાવી દઇએ કે, અહસાનખાન 90 વર્ષના છે, જ્યારે અસલમ 88 વર્ષના છે. બંને ભાઇઓને લીલાવતી હોસ્પિટલમાં ગત રવિવારે વેન્ટીલેટર પર રાખવામાં આવ્યા હતા.

સમાચારના અહેવાલો મુજબ, ડોકટરો દ્વારા પ્રયાસો કરવા છતાં તેમની તબિયત વધારે લથડી છે. આ ઉપરાંત બૉલિવૂડના અન્ય સેલિબ્રિટી પણ કોરોના વાઇરસનો શિકાર બની ચૂક્યા છે. તેમાં બચ્ચન પરિવાર પણ સામેલ છે.

ABOUT THE AUTHOR

...view details