- ડૉક્ટરના કહેવા પ્રમાણે દિલીપકુમારની તબિયત હવે ઠીક છે
- રવિવારે સવારે મુંબઇની હિન્દુજા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા
- દિલીપકુમાર થોડા દિવસો માટે ડૉક્ટરની દેખરેખ હેઠળ રહેશે
મુંબઈ:બોલીવુડ અભિનેતા દિલીપકુમારને( Dilip kumar ) રવિવારે સવારે મુંબઇની હિન્દુજા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. તેમને શ્વાસ લેવામાં તકલીફ થઈ હતી. ત્યારબાદ દિલીપકુમારને દાખલ કરવામાં આવ્યા હતા. ડોકટરોએ હોસ્પિટલમાં તપાસ કરતા જાણવા મળ્યું હતુ કે, તેમને બાયલેટરલ પ્લ્યુરલ ઇફ્યુઝન છે.
આ પણ વાંચો:અભિનેતા દિલીપકુમાર (Dilip Kumar ) ની તબીયત લથડતા હોસ્પિટલમાં દાખલ, શ્વાસ લેવામાં થઇ રહી છે તકલીફ
અભિનેતા દિલીપકુમારને શ્વાસની તકલીફ બાદ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા
ડૉક્ટરના કહેવા પ્રમાણે તેની તબિયત હવે ઠીક છે. હવે દાખલ થયા તેની તુલનામાં અત્યારે વધુ સારું છે. શ્વાસ લેવામાં તકલીફ હવે ઓછી થઈ છે, પરંતુ હજી પણ ઓક્સિજનના ટેકા પર છે. દિલીપકુમાર થોડા દિવસો માટે ડૉક્ટરની દેખરેખ હેઠળ રહેશે. ત્યારબાદ તેમને 3-4 દિવસમાં હોસ્પિટલમાંથી રજા આપવામાં આવશે. અભિનેતા દિલીપકુમારને શ્વાસની તકલીફ બાદ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. તેમની સ્થિતિ સ્થિર છે. છાતીના નિષ્ણાંત ડૉ.જલીલ પારકરે મંગળવારે આ માહિતી આપી હતી.
આ પણ વાંચો:દિલીપકુમારના બંને ભાઈઓ કોરોના સંક્રમિત, બંનેની હાલત ગંભીર