ગુજરાત

gujarat

ETV Bharat / sitara

ફિલ્મ 'સંજુ'માં માન્યતા દત્તના પાત્રમાં દિયા મિર્ઝાએ તેના અનુભવ શેર કર્યા - સંજય દત્તની બાયોપિક 'સંજુ' માં

ઘણી એવી ફિલ્મો છે, જે કોરોના વાયરસને કારણે બંધ થિયેટરોમાં રજૂ થઈ શકી નથી. ત્યારે, આવનારા સમયમાં આ ફિલ્મો ડિજિટલ પ્લેટફોર્મ પર રજૂ કરવામાં આવશે. હવે આ ફિલ્મોમાં ક્યા સ્ટાર્સની ફિલ્મનો સમાવેશ કરવામાં આવ્યો છે. તે જાણીએ..

ફિલ્મ 'સંજુ'માં માન્યતા દત્તના પાત્રમાં દિયા મિર્ઝાએ તેના અનુભવ શેર કર્યા
ફિલ્મ 'સંજુ'માં માન્યતા દત્તના પાત્રમાં દિયા મિર્ઝાએ તેના અનુભવ શેર કર્યા

By

Published : Jun 29, 2020, 10:15 PM IST

મુંબઈ: ફિલ્મ 'સંજુ'માં માન્યતા દત્તની ભૂમિકા અભિનેત્રી દિયા મિર્ઝા માટે ખાસ હતી, જેને તે ક્યારેય ભૂલી શકશે નહીં. વર્ષ 2018 માં, દિયાએ અભિનેતા સંજય દત્તની બાયોપિક 'સંજુ' માં માન્યતાની ભૂમિકા ભજવી હતી.

અભિનેતા રણબીર કપૂરે ફિલ્મ 'સંજુ'માં સંજય દત્તની ભૂમિકા ભજવી હતી. આ ફિલ્મ 29 જૂન, 2018 ના રોજ રિલીઝ થઈ હતી. રાજકુમાર હિરાણી દિગ્દર્શિત આ ફિલ્મમાં સંજય દત્તનું વાસ્તવિક જીવન દર્શાવવામાં આવ્યું છે.

દિયાએ આ વિશે જણાવ્યું કે, "રાજુ સર સાથે પહેલા પણ કામ કર્યું હોવાથી તેમને હું સમજી શકતી હતી. આ બાબતે મને પાત્રને જીવંત કરવામાં મદદ કરી, જે તેમણે અભિજાત જોશી સાથે મળીને લખ્યું હતું અને તેની સ્ક્રિપ્ટમાં સંજય સરના જીવનમાં માન્યતાનું મહત્વ ખૂબ હતું. મારા માટે એક તક હતી કે, તેમના વાસ્તવિક જીવનનો અનુભવને પડદા પર લાવી શકુ અને મને આશા છે કે, મેં તેમના પાત્ર સાથે ન્યાય કર્યો છે." વધુમાં કહ્યું કે, શૂટિંગ સમયે જે પણ અનુભવ થઇ રહ્યા હતા, તે વાસ્તવિક હતા. દરેક સમયે સંજય સર સપોર્ટિંવ રહ્યા છે.

ABOUT THE AUTHOR

...view details