જો તમે કેટી પેરી અને દુઆ લિપાના મુંબઇ મ્યુઝિક ફેસ્ટિવલ વિશેની વાતો ચૂકી ગયા છો, તો પછી આપને જણાવી દઇએ કે, પોપ સેન્સેશન ધ્વનિ ભાનુશાલીએ આ બે ગોલ્ડન આઈકોન સાથે સ્ટેજ શેર કર્યુ હતું.
યંગ સિંગર આ કોન્સર્ટના ઓપનિંગ એક્ટમાં જોવા મળી હતી. સંગીત માટે એકઠા થયેલા હજારો અને લાખો લોકો માટે રજૂઆત કરી હતી.
ફિલ્મ ક્રિટિક તરણ આદર્શે ધ્વનીની કેટી અને દુઆ સાથેનો સ્ટેજ શેર કરતી માહિતીને તેના ઓફિશિયલ સોશ્યલ મીડિયા હેન્ડલ પર શેર કરી હતી.
કેટી પેરી અને દુઆ લિપાએ મુંબઇવાસીઓને સંગીતના સૂર પર જૂમાવ્યા,આ કલાકાર પણ જોડાઇ ક્રિટિકે 'દિલબર' ગીતના ગાયકનો ફોટો પણ શેર કર્યો હતો. જ્યાં તેણે પોપ સ્ટાર્સ કેરી અને દુઆ સાથે કેમેરાની સામે પોઝ આપી રહી હતી.
ફ્યૂશીયા પિંક શોલ્ડર ટોપ પહેરેલા સુંદર દેખાતી ધ્વની એટલી ખુશ લાગે છે કે, તેણે આંતરરાષ્ટ્રીય ગાયકો સાથેના ફોટા પાડ્યો હતો.
બંને આંતરરાષ્ટ્રીય સ્ટાર્સે મુંબઇમાં ખૂબ જ અદભૂત અને ધમાકેદાર મ્યુઝિક કોન્સર્ટ રજૂ કર્યું હતું. ગયા શનિવારે મ્યૂઝિકન ફેસ્ટિવલનો પ્રારંભ થયો હતો. તે પહેલા ફિલ્મ નિર્માતા કરણ જોહરે કેટી પેરીના સ્વાગત માટે સ્ટાર-સ્ટડેડ પાર્ટીનું આયોજન કર્યું હતું.