ગુજરાત

gujarat

ETV Bharat / sitara

Bollywood Gossip: શું દીપિકા અને રણવીર આપવા જઈ રહ્યા છે 'ગુડ ન્યૂઝ'? - bollywood news

બોલિવૂડ સ્ટાર દીપિકા પાદુકોણ તેના પતિ રણવીર સિંહ સાથે મુંબઈની એક ખાનગી હોસ્પિટલ બહાર ક્લિક થઈ હતી. એક પાપારાઝી દ્વારા ઈસ્ટાગ્રામ પર વાયરલ કરવામાં આવેલા આ ફોટો પર તેમના ફેન્સ ખૂબ કમેન્ટ્સ કરી રહ્યા છે અને દીપિકા પ્રેગ્નેન્ટ હોવાના તુક્કાઓ લગાવી રહ્યા છે.

દીપિકા અને રણવીર
દીપિકા અને રણવીર

By

Published : Jul 31, 2021, 5:41 PM IST

  • દીપિકા-રણવીર દેખાયા હોસ્પિટલની બહાર
  • ફેન્સે દીપિકાના પ્રેગ્નેન્ટ હોવાના તુક્કાઓ લગાવ્યા
  • પાપારાઝી વીરલ ભયાણીએ ઈન્સ્ટાગ્રામ પર શેર કરી પોસ્ટ

ન્યૂઝ ડેસ્ક(Bollywood News) : બોલિવૂડ એક્ટ્રેસ દીપિકા પાદુકોણે (Deepika Padukon)બોલિવૂડ એક્ટર રણવીર સિંહ(Ranveer Singh) સાથે વર્ષ 2018માં લગ્ન કર્યા હતા. ત્યારે હવે ત્રણ વર્ષ બાદ દીપ-વીરના ફેન્સન તેમના ઘરે પારણું ઝૂલે તેવી રાહ જોઈ રહ્યા છે. ત્યારે દીપિકા અને રણવીરને હોસ્પિટલની બહાર જોયા બાદ તેમના ફેન્સ દીપિકાના પ્રેગ્નેન્ટ હોવાના તુક્કાઓ લગાવી રહ્યા છે.

આ પણ વાંચો-દીપિકા પાદુકોણે પતિ રણવીર સિંહ સાથે 'ટેબુ' ગેમ રમતા ઇન્સ્ટાગ્રામ પર પોસ્ટ શેર કરી

ફેન્સે કરી કમેન્ટ

બોલિવૂડ પાપારાઝી વીરલ ભયાણીએ (Viral Bhayani) પોતાના ઈન્સ્ટાગ્રામ પર શેર કરેલી પોસ્ટ પર દીપ-વીરના ફેન્સે કમેન્ટ્સ કરી છે કે, 'દીપિકા પ્રેગનેન્સી ટેસ્ટ કરવા પહોંચી હોસ્પિટલ', 'નાના સિંહ આવી રહ્યા છે', તો અન્ય એક ફેને કમેન્ટ કરી, છોટુ રણવીર.

ABOUT THE AUTHOR

...view details