- મસ્તાની ગર્લ દીપિકા પાદુકોણે ઈન્સ્ટાગ્રામ પર વીડિયો શેર કર્યો
- વીડિયોમાં દીપિકા ગરબા કરતી જોવ મળી
- ફેન્સે વીડિયોને ખુબ જ પસંદ કર્યો
મુંબઈઃ બૉલિવૂડ મસ્તાની ગર્લ દીપિકાપાદુકોણ હંમેશા લાઈમ લાઈટમાં રહેતી અભિનેત્રી છે. તાજેતરમાં સોશ્યલ મીડિયા હેન્ડલર ઈન્સ્ટાગ્રામ પર દીપિકાએ એક વીડિયો શેર કર્યો છે. જેમાં તે ગરબા કરતી જોવા મળે છે. આ વીડિયો સોશિયલ મીડિયામાં ખુબ જ વાઈરલ થઈ રહ્યો છે.
દીપિકા પાદુકોણે કર્યા ગરબા
અભિનેત્રી દીપિકા પાદુકોણે ઈન્સ્ટાગ્રામ પર એક વીડિયો શેર કર્યો છે. જેમાં તે ગરબા ડાન્સ કરતી જોવા મળે છે. આ વીડિયો સોશિયલ મીડિયામાં ખુબ જ વાઈરલ થઈ રહ્યો છે. ફેન્સ દ્વારા આ વીડિયોને લાઈક અને કોમેન્ટ્સ મળી રહી છે. વીડિયો શેર કરતાં કેપ્શનમાં દીપિકાએ લખ્યું છે કે, 'કોઈ એવા મિત્રને શોધો જે કોઈ પણ સંગીત પર ગરબા કરી શકતા હોય'.