ગુજરાત

gujarat

ETV Bharat / sitara

દીપિકા પાદુકોણે 'ધ ઇન્ટર્ન'ના હિન્દી રિમેકમાં બિગ બીને આવકાર્યા - અમિતાભ બચ્ચન ન્યૂઝ

અમિતાભ બચ્ચન અને દીપિકા પાદુકોણ ફરી એકવાર સાથે જોવા મળશે. બંન્ને હોલિવુડની હિટ ફિલ્મ ધ ઇંટરની હિન્દી રિમેકમાં સાથે જોવા મળશે. 'ધ ઇન્ટર્ન'ના હિન્દી રિમેકમાં બિગ બી રોબર્ટ ડી નીરોની ભૂમિકામાં જોવા મળશે.

અમિતાભ બચ્ચન અને દીપિકા પાદુકોણ
અમિતાભ બચ્ચન અને દીપિકા પાદુકોણ

By

Published : Apr 6, 2021, 8:56 AM IST

  • 'પીકુ' પછી અમિતાભ બચ્ચન અને દીપિકા પોદુકોણ ફરી સાથે કામ કરશે
  • 'ધ ઇંટર'ના હિન્દી રિમેકમાં બંન્ને અભિનેતા સાથે જોવા મળશેે
  • ઋષિ કપૂર અને દીપિકા મુખ્ય ભૂમિકા નિભાવવાના હતા

હૈદરાબાદ : 'પીકુ' જેવી બ્લોકબસ્ટર ફિલ્મો આપ્યા પછી બોલિવુડના મેગાસ્ટાર અમિતાભ બચ્ચન અને દીપિકા પાદુકોણ ફરી એકવાર સાથે આવી રહ્યા છે. 'ધ ઇંટર'ના હિન્દી રિમેકમાં બંન્ને અભિનેતા સાથે જોવા મળશે.

આ પણ વાંચો : બિગ બી અને રશ્મિકા અભિનીત 'ગુડબાય'નું શૂટિંગ શરૂ થયું

દીપિકાએ ઇન્સ્ટાગ્રામ પર લખીને બિગ બીને આવકાર્યો

બિગ બીને આવકારતાં દીપિકાએ ઇન્સ્ટાગ્રામ પર લખ્યું કે, 'મારા સૌથી વિશેષ સહ-અભિનેતા સાથે ફરી કામ કરવું એ સન્માનની વાત છે. 'ધ ઇન્ટર્ન'ની હિન્દી રિમેકમાં અમિતાભ બચ્ચનનું સ્વાગત છે.'

આ પણ વાંચો : દીપિકા પાદુકોણ અને શાહરૂખ ખાનની જોડી આગામી સમયમાં ફરી પડદા પર જોવા મળશે

ફિલ્મમાં ઋષિ કપૂર અને દીપિકા મુખ્ય ભૂમિકા નિભાવવાના હતા

ગયા વર્ષે જાન્યુઆરીમાં હોલિવુડની કોમેડી હિટ ફિલ્મ 'ધ ઇંટરન'ની હિન્દી રિમેકની ઘોષણા કરવામાં આવી હતી. જેમાં ઋષિ કપૂર અને દીપિકા મુખ્ય ભૂમિકા નિભાવવાના હતા. ફિલ્મનું શૂટિંગ ટૂંક સમયમાં શરૂ થવાનું હતું પરંતુ કોરોના રોગચાળાને કારણે શૂટિંગ શરૂ થઈ શક્યું નહિ અને ઋષિ કપૂરે દુનિયાને અલવિદા કહી હતી. આ ફિલ્મ દીપિકાની 'કા પ્રોડક્શન્સ' અને સુનીર ખેતરપાલની એઝુર એન્ટરટેઈનમેન્ટ દ્વારા નિર્માણ કરવામાં આવી રહી છે.

ABOUT THE AUTHOR

...view details