ગુજરાત

gujarat

ETV Bharat / sitara

જાણો કેમ દીપિકાએ ડિપ્રેશન પર ભાઈજાને માર્યું મહેણું - સલમાન ખાન

મુંબઇ: અભિનેત્રી દીપિકા પાદુકોણે અભિનેતા ઘણા સમય સુધી ડિપ્રેશનનો ભોગ બની ચૂંકેલી છે. તેને લઇને દીપિકાએ એક ઇન્ટરવ્યુ ખુલીને વાત કરી હતી. સલમાન ખાનનું નામ લીધા વગર દીપિકાએ ડિપ્રેશન પર કરેલી ટિપ્પણી માટે મહેણું માર્યું છે.

દીપિકાએ ડિપ્રેશન પર 'ભાઇજાન' પર ટોન્ટ માર્યુ!

By

Published : Aug 7, 2019, 5:17 PM IST

અભિનેત્રી દીપિકા પાદુકોણે 2015માં તેમના ડિપ્રેશન અને તેની ક્લિનિકલ સારવાર વિશે વાત કરી હતી. ત્યારેથી અભિનેત્રી સતત તેની વિરુદ્ધ અભિયાન ચલાવી રહી છે. હાલના એક ઇન્ટરવ્યુમાં દીપિકાએ સલમાન ખાનનું નામ લીધા વિના કહ્યું હતું કે, ડિપ્રેશન કોઈની પસંદગી નથી હોતી, તેનાથી કોઈ લગ્ઝરી નહોઈ શકે. વધુમાં દીપિકાએ કહ્યુ કે,"મારા ડિપ્રેશનને સારી રીતે સમજવા માટે સારો શબ્દ 'સ્ટ્રગલ' છે. દર સેકેન્ડ સ્ટ્રગલ કરતી હતી. હું પૂર્ણ સમય ગુંગળાતી હતી.

મીડિયા રિપોર્ટસ પ્રમાણે, સલમાનને ગયા વર્ષે જણાવ્યું હતું,"મે ઘણા લોકોને ઇમોશનલ અને ડિપ્રેસ્ડ થતા જોયા છે, પરંતુ હું ડિપ્રેસ્ડ, દુખી અથવા ઇમોશનલ થવા માટે હું કોઈ પણ પરિસ્થિતિમાંથી પસાર થઈ રહ્યો છું, તો પણ ભાવનાત્મક બનવાની વૈભવ પરવડી શકે તેમ નથી. તે મારી વિરુદ્ધ કામ કરે છે. "

માનસિક બીમારીઓ પ્રત્યે જાગૃતિ લાવવા અને પોતાનુ લાંછન ઓછુ કરવા દીપિકાએ 10મી ઓક્ટોબર, 2015 ના રોજ 'લાઇવ લવ લાફ ફાઉન્ડેશન' ની શરૂઆત કરી હતી.

ABOUT THE AUTHOR

...view details