મુંબઇ: અભિનેતા સુશાંત સિંહ રાજપૂતના મોતના કેસમાં ડ્રગ એંગલની તપાસ કરી રહેલી NCBએ તપાસનો વ્યાપ વધાર્યો છે. રિયા ચક્રવર્તીની ન્યાયિક કસ્ટડી 6 ઓક્ટોબર સુધી વધારી દેવામાં આવી છે, તેને ભાયખલા જેલમાં રહેવું પડશે. બુધવારે ભારે વરસાદને કારણે રિયા ચક્રવર્તીની જામીન અરજી પર સુનાવણી મુલતવી રાખવામાં આવી હતી.
ડ્રગ્સ કેસ : દીપિકા પાદુકોણ મુંબઇ પહોંચી,NCB કરશે પૂછપરછ - Deepika
સુશાંત સિંહ રાજપૂત કેસમાં ડ્રગ્સ એંગલ સામે આવ્યો છે. જેની તપાસ NCB કરી રહી છે. આ કેસમાં અનેક મોટી અભિનેત્રીઓના નામ સામે આવ્યા છે. NCBએ દીપિકા પાદુકોણ, શ્રદ્ધા કપૂર, સારા અલી ખાન, રકુલ પ્રીતસિંહને સમન્સ પાઠવ્યા છે.
ડ્રગ્સના કેસમાં સારા અલી ખાન, શ્રદ્ધા કપૂર, દીપિકા પાદુકોણ, નમ્રતા શિરોડકર, રકુલ પ્રીત સિંહ જેવી મોટી અભિનેત્રીઓના નામ સામે આવ્યા છે. NCBએ દીપિકા પાદુકોણ, સારા અલી ખાન, શ્રદ્ધા કપૂર અને રકુલ પ્રીત સિંહને પૂછપરછ માટે સમન્સ પાઠવ્યું છે.રકુલ પ્રીતસિંહે ગઇકાલે સમન્સ મળ્યું હતું, પરંતુ રકુલનું કહેવું છે કે તેને સમન્સ મળ્યું નથી. જોકે હેવ NCB સમક્ષ તે હાજર થશે. દીપિકા, શ્રદ્ધા કપૂર અને સારા અલી ખાનને 26 સપ્ટેમ્બરના રોજ બોલાવવામાં આવ્યા છે. ડ્રગ્સના કેસમાં ટીવી સેલેબ્સ સનમ જોહર અને એબીગેઇલ પાંડેના નામ પણ સામે આવ્યા છે.
શુક્રવારે, રકુલપ્રીત સિંહ અને કરિશ્મા NCB ગેસ્ટ હાઉસ પહોંચશે, જ્યાં નાયબ નિયામક NCB કે.પી.એસ. મલ્હોત્રા અને તેમની ટીમ તેમની પૂછપરછ કરશે. શનિવારનો દિવસ ખૂબ જ મહત્વપૂર્ણ રહેશે.