ગુજરાત

gujarat

ETV Bharat / sitara

કઝિન સિસ્ટરના લગ્નમાં ઐશ્વર્યા રાયે પતિ અભિષેક અને પુત્રી અરાધ્યા સાથે લગાવ્યા ઠુમકા, વીડિયો વાઈરલ - Aaradhya

બોલિવુડ અભિનેત્રી ઐશ્વર્યા રાય (Aishwarya rai)બચ્ચનની સુંદરતાના તો દરેક લોકો ચાહક છે. ઐશ્વર્યા હંમેશા પોતાના લુક્સ માટે જાણીતી છે. ઐશ્વર્યા સોશિયલ મીડિયા પર પણ ઘણી એક્ટિવ રહે છે. ત્યારે તેના ચાહકો ઐશ્વર્યાની પોસ્ટ માટે હંમેશા ઉત્સુક હોય છે, ત્યારે હાલમાં જ સોશિયલ મીડિયા પર ઐશ્વર્યાનો એક વીડિયો વાઈરલ થઈ રહ્યો છે, જેમાં તે પતિ અભિષેક સાથે ડાન્સ કરતી જોવા મળી રહી છે.

ઐશ્વર્યા રાયે પતિ અભિષેક અને પુત્રી અરાધ્યા સાથે લગાવ્યા ઠુમકા
ઐશ્વર્યા રાયે પતિ અભિષેક અને પુત્રી અરાધ્યા સાથે લગાવ્યા ઠુમકા

By

Published : Aug 19, 2021, 5:32 PM IST

Updated : Aug 19, 2021, 7:04 PM IST

  • બોલિવુડ અભિનેત્રી ઐશ્વર્યા રાય બચ્ચનના ફોટો સોશિયલ મીડિયા પર થયા વાઈરલ
  • ફોટો-વીડિયોમાં ઐશ્વર્યા રાય પતિ અભિષેક બચ્ચન અને પુત્રી અરાધ્યા સાથે કરી રહી છે ડાન્સ
  • ઐશ્વર્યા રાય બચ્ચન હંમેશા પોતાના લુક્સ માટે જાણીતી છે

અમદાવાદઃ બોલિવુડ અભિનેત્રી ઐશ્વર્યા રાય (Aishwarya rai) બચ્ચન પોતાની સુંદરતા અને અભિનય સિવાય પોતાના લુક્સ માટે પણ ખૂબ જ પ્રખ્યાત છે. ઐશ્વર્યા સોશિયલ મીડિયા પર પણ ઘણી એક્ટિવ રહે છે. લોકો તેની પોસ્ટ માટે રાહ જોતા હોય છે.

આ પણ વાંચો- એશ્વર્યા રાયની માતા વૃંદા રાયનો જન્મદિવસ, આરાધ્યાએ નાનીને પાઠવી શુભેચ્છા

પતિ અભિષેક અને પુત્રી અરાધ્યા સાથે ડાન્સ કર્યો

હાલમાં જ ઐશ્વર્યા રાય (Aishwarya rai)બચ્ચન તેની કઝિન શ્લોકા શેટ્ટીના લગ્નમાં ગઈ હતી, જ્યાં તેણે પતિ અભિષેક અને પુત્રી અરાધ્યા સાથે ડાન્સ કર્યો હતો. જો કે, ઐશ્વર્યાનો આ ડાન્સનો વીડિયો ખૂબ જ વાઈરલ થઈ રહ્યો છે, જેને તેના ફેન્સ ઘણો પસંદ કરી રહ્યા છે.

સોશિયલ મીડિયા પર ઐશ્વર્યાના કેટલાક જોરદાર ફોટોઝ સામે આવ્યા

સોશિયલ મીડિયા પર હાલમાં જ ઐશ્વર્યા (Aishwarya rai)ના કેટલાક જોરદાર ફોટોઝ સામે આવ્યા છે. આ ફોટોમાં ઐશ્વર્યા પુત્રી અરાધ્યા અને પતિ અભિષેક બચ્ચન સાથે જોવા મળી રહી છે. આ ફોટોઝ લગ્ન પ્રસંગના છે.

આ પણ વાંચો-એશ્વર્યા-આરાધ્યાનો કોરોના રિપોર્ટ નેગેટિવ, ડિસ્ચાર્જ થઇને પહોંચ્યા ઘરે

લાલ રંગના શિમરી ગાઉનમાં ઐશ્વર્યા લાગી રહી છે આકર્ષક

ફોટોમાં જોઈ શકાય છે કે, ઐશ્વર્યા (Aishwarya rai)લાલ રંગના શિમરી ગાઉનમાં જોવા મળી રહી છે અને ડાન્સ કરી રહી છે. જો કે, ઐશ્વર્યાના આ ફોટો સોશિયલ મીડિયા પર ખૂબ જ વાઈરલ થઈ રહ્યા છે. જો કે, ફોટોઝ અને વીડિયો બન્ને તેના ફેન્સને ઘણા પસંદ પડી રહ્યા છે.

Last Updated : Aug 19, 2021, 7:04 PM IST

ABOUT THE AUTHOR

...view details