- અભિનેતા અમિતાભ બચ્ચને બનાવ્યુ કોવિડ કેર સેન્ટર
- કોવિડ કેરમાં 25 બેડની સુવિધા ઉપલબ્ધ
- બેડ સાથે ઓક્સિઝન સુવિધા પણ ઉભી કરાઈ
મુંબઈઃ અભિનેતા અમિતાભ બચ્ચનની સહાયથી તૈયાર કરાયેલ કોવિડ -19 કેર સેન્ટર મંગળવારથી શરૂ કરાયું હતું. આ કેન્દ્રમાં કુલ 25 બેડ છે અને તેમાં ઓક્સિજન સુવિધા પણ છે. ફિલ્મ નિર્માતા આનંદ પંડિતે આ માહિતી આપી છે.
પંડિતે કહ્યું હતું કે, બચ્ચને જુહુના ઋતુંભરા વિશ્વ વિદ્યાપીઠ કેન્દ્રને તેની તૈયારીને લગતા જરૂરી ઉપકરણો અને અન્ય જરૂરી ચીજો પૂરી પાડી છે.
આ પણ વાંચોઃજરૂરિયાતમંદોને મફતમાં કોરોના રસી મળવી જોઈએ : સોનુ સૂદ
ફિલ્મ નિર્માતા આનંદ પંડિતે માહિતી આપી
ફિલ્મ 'ચેહરે'માં બચ્ચન સાથે કામ કરનારા પંડિતે એક નિવેદનમાં જણાવ્યું છે કે, '18 મેના રોજ સવારે 10 વાગ્યાથી આ કેન્દ્ર કાર્યરત કરવામાં આવ્યું છે. બચ્ચને આ કેન્દ્રને સાધનસામગ્રી અને અન્ય માળખાગત વસ્તુઓ આપી છે. આ કેન્દ્રને BMC ની જરૂરી પરવાનગી મળી છે. 16 મેના રોજ બચ્ચને પોતાના બ્લોગમાં કહ્યું હતું કે 25 પથારીનું કોવિડ કેર સેન્ટર મંગળવારથી શરૂ કરવામાં આવશે.