મુંબઈઃ કોરોના વાઈરસ વિશ્વભરમાં ફેલાઈ રહ્યો છે. તેની સામે લડવામાં આરોગ્ય કાર્યકરો રાત-દિવસ મહેનત કરી રહ્યાં છે. બોલિવૂડ સ્ટાર શાહરૂખ ખાન આ આરોગ્ય કર્મચારીઓને ટેકો આપવા ડબ્લ્યુએચઓ વર્ચ્યુઅલ ઇવેન્ટમાં સામેલ થવા જઈ રહ્યાં છે. જે ઈવેન્ટમાં કોરોના સામેની લડાઈ માટે ભંડોળ ઉભું કરવામાં આવે છે. આ સમારોહમાં વિશ્વભરના અનેક કલાકારો ભાગ લઈ રહ્યા છે. શાહરૂખ ખાને ટ્વીટ કરીને આ વિશે માહિતી આપી છે.
WHOના સમારોહમાં SRK લેશે ભાગ, હેલ્થકેર કર્મચારીઓ માટે ફંડ એકત્ર કરાશે - શાહરુખ ખાન ન્યૂઝ
શાહરૂખ ખાન ડબ્લ્યુએચઓ ઇવેન્ટનો હિસ્સો બનવા જઈ રહ્યાં છે. જે ઈવેન્ટમાં હેલ્થકેર કામદારોના સમર્થન માટે ભંડોળ એકત્ર કરવામાં આવશે.
shahrukh khan
શાહરૂખ ખાને ટ્વીટ કર્યું છે કે, આરોગ્ય કર્મચારીઓને કોરોના વાઈરસ રોગચાળામાં અમારા ટેકાની જરૂર છે. તેથી હું વૈશ્વિક નાગરિક અને ડબ્લ્યુએચઓ સાથે ઉભો છું. 18 એપ્રિલના રોજ એક ખાસ ઈવેન્ટ વન વર્લ્ડ ટુગેધર એટ હોમ છે. જાણો તમે ક્યારે અને કેવી રીતે તેને જોઈ શકશો.
આ સમારોહમાં શાહરૂખ ખાન સહિત લેડી ગાગા, ડેવિડ બેકહામ, જ્હોન લિજેન્ડ, એલ્ટન જોન અને પ્રિયંકા ચોપરા પણ સામેલ થશે. જેમાં શાહરૂખ ખાન અને પ્રિયંકા ચોપરા ભારતનું પ્રતિનિધિત્વ કરશે.