મુંબઇઃ ઑસ્કાર અને ગ્રેમી વિજેતા ભારતીય સંગીતકાર એ.આર રહેમાન અને પ્રસિદ્ધ ગીતકાર પ્રસૂન જોશી કોવિડ-19ની સામે દેશની લડાઇમાં ગીતના માધ્યમથી સમ્માન આપવા માટે 'હમ હાર નહીં માનેંગે' ગીત માટે એકજૂથ થયા છે.
આશા, સકારાત્મક અને પ્રેરણા ફેલાવાનો ઉદેશથી આ ગીતને રચ્યું છે. આ ભાવનાત્મક ગીત લોકોને યાદ અપાવે છે કે, આપણે એક સાથે આમાં ફસાયેલા છીએ અને સૌથી એકસાથે બહાર આવીશું. આ ગીતને રહમાને સંગીતબદ્ધ કર્યું છે. જેના બોલ પ્રસૂન જોશીએ લખેલા છે.
આ વિશે રહમાને કહ્યું કે, 'આ ગીત એક સારા કામ માટે આપણે બધા સાથે છીએ અને આપણને આશા છે કે, આ તમામ દેશવાસીઓ એકસાથે આવ્યા છીએ.'
આ ઉપરાંત જોશીએ કહ્યું કે, 'જો કે, આ ક્રિએટિવિટી માટે આદર્શ પરિસ્થિતિઓ નથી, પરંતુ આપણે એક કલાકાર છીએ તો આપણે પ્રતિકૂળતાઓને તોડતા આશા રાખીએ છીએ. મારી કવિતા આપણને મનુષ્યોની ન કહેલી અતુલનીય આત્માના વિચારની આસપાસ કેન્દ્રિત છે. આપણે ખૂબ જ શીખવાનું છે, પરંતુ એક સાથે જ આપણે આ બાધામાંથી પાર કરીએ, આપણે હાર નહીં માનીએ.'
આ ગીત માટે ક્લિંટન સેરેજો, મોહિત ચૌહાણ, હર્ષદીપ કૌર, મીકા સિહં, જોનિતા ગાંધી, નીતિ મોહન, જાવેદ અલી સિડ શ્રીરામ, શ્રૃતિ હાસન, શશા તિરુપતિ, ખતીજા રહમાન અને અભય જોધપુરકર એકજૂથ થયા છે.
ભારતના તાલવાદક શિવમણિ, સિતારાવાદક અસદ ખાન અને બાસ પ્રોડિગી મોહિની ડે પણ આ પરિયોજનાનો ભાગ છે. આ ગીત શુક્રવારે HDFC બેન્ક દ્વારા કરવામાં આવ્યા છે.