મુંબઈઃ દિલ્હીમાં 31 માર્ચ સુધી સ્કૂલ, કૉલેજ તથા થિયેટર્સ બંધ કરી દેવામાં આવ્યા છે. બૉલિવૂડ પણ કોરોનાવાઈરસને લઈ જાગરૂકતા ફેલાવવાનો પ્રયાસ કરી રહ્યું છે. તાજેતરમાં અમિતાભ બચ્ચને ચાહકોને સલામત રહેવા અને ધ્યાન રાખવાની અપીલ કરી હતી. અમિતાભ બચ્ચને ટ્વિટર પર એક વીડિયો શૅર કર્યો હતો. આ વીડિયોમાં તેમણે અવધી ભાષામાં એક કવિતા ગાઈ હતી અને કોરોના વાયરસને લઈ અવેરનેસ ફેલાવવાનો પ્રયાસ કર્યો હતો. ઉલ્લેખનીય છે કે, અમિતાભ બચ્ચનની આ કવિતા તેમના પિતાજી હરિવંશરાય બચ્ચનની ‘ઈર બીર ફત્તે’વાળી સ્ટાઇલમાં છે.
અમિતાભ બચ્ચને પિતાજી હરિવંશરાય બચ્ચનની સ્ટાઈલમાં કવિતા સંભળાવી - હરિવંશરાય બચ્ચનની સ્ટાઈલમાં કવિતા સંભળાવી
દિલ્હીમાં 31 માર્ચ સુધી શાળા, કૉલેજ તથા થિયેટર્સ બંધ કરી દેવામાં આવ્યા છે. બૉલિવૂડ પણ કોરોના વાયરસને લઈ જાગરૂકતા ફેલાવવાનો પ્રયાસ કરી રહ્યું છે. તાજેતરમાં જ અમિતાભ બચ્ચને ચાહકોને સલામત રહેવા અને ધ્યાન રાખવાની અપીલ કરી હતી. અમિતાભ બચ્ચને ટ્વિટર પર એક વીડિયો શેર કર્યો હતો.
તેમણે કવિતામાં કહ્યું કે, લોકો સારવારને લઈને અનેક ઉપાયો બતાવે છે, તેમાંથી આપણે કોનું સાંભળીએ? એક એમ કહે છે કે કલોંજી પીવી જોઈએ તો કોઈક કહે છે કે આંબળાનો રસ પીઓ. તો એક કહે છે કે આપણે ઘરે જ રહેવું જોઈએ. અનેક લોકો એમ કહે છે કે સાબુથી હાથ ધોયા વગર કોઈને સ્પર્શ કરવો જોઈએ નહીં. હું માનું છું કે આપણે આ જ ઉપાય અજમાવવો જોઈએ. આમ કરવાથી જ કોરોના વાયરસને ઠેંગો બતાવી શકીશું. અમિતાભ બચ્ચને થોડીક જ મિનિટ્સની અંદર આ કવિતા જાતે લખી હતી. ઉલ્લેખનીય છે કે, અમિતાભ બચ્ચને આ કવિતા બ્લોગ, ઈન્સ્ટાગ્રામ, ફેસબુક તથા ટ્વિટર પર શેર કરી હતી. અમિતાભનો આ વીડિયો ચાહકોને ઘણો જ પસંદ આવ્યો છે.
અમિતાભ બચ્ચને યુનિસેફના પ્રોજેક્ટ્સ હેઠળની કેટલીક તસવીરો શેર કરી હતી, જેમાં મહાનાયક COVID 19 (કોરોના વાયરસ)ને લઈ ચાહકોને જાગૃત કરતા જોવા મળે છે.