ગુજરાત

gujarat

ETV Bharat / sitara

Complaint against Aditya Pancholi: આદિત્ય પંચોલીને લઇને વિવાદ,સેમ ફર્નાન્ડિસે લગાવ્યાં ગંભીર આરોપ - Versova police station

ફેમસ અભિનેતા આદિત્ય પંચોલીને (Aditya Pancholi) લઇને વિવાદ સર્જાયો છે. આદિત્ય પંચોલી વિરુધ્ધ જુહુ પોલીસ સ્ટેશનમાં (Juhu Police Station) ફરિયાદ નોંધાવામાં આવી (Complaint against Aditya Pancholi ) છે. ફિલ્મ નિર્માતા સેમ ફર્નાન્ડિસ દ્વારા તેના પર ગંભીર આરોપ લગાવામાં આવ્યાં છે. જાણો સમગ્ર મામલો..

Complaint against Aditya Pancholi: આદિત્ય પંચોલીને લઇને વિવાદ,સેમ ફર્નાન્ડિસે લગાવ્યાં ગંભીર આરોપ
Complaint against Aditya Pancholi: આદિત્ય પંચોલીને લઇને વિવાદ,સેમ ફર્નાન્ડિસે લગાવ્યાં ગંભીર આરોપ

By

Published : Feb 10, 2022, 10:20 AM IST

હૈદરાબાદઃઅભિનેતા આદિત્ય પંચોલી (Aditya Pancholi) વિરુદ્ધ ફિલ્મ નિર્માતા સેમ ફર્નાન્ડિસે તેને ગાળો આપવી, મારપીટ કરવાના આક્ષેપ સાથે જુહુ પોલીસ સ્ટેશનમાં (Juhu Police Station) ફરિયાદ નોંધાવી (Complaint against Aditya Pancholi) છે. આ ઉપરાંત તેણે વધુ એક વાતનો ખુલાસો કર્યો છે. જાણો વિસ્તારપૂર્વક મામલો...

જાણો સમગ્ર મામલો

સેમ ફર્નાન્ડિસે કહ્યું છે કે, અભિનેતાએ તેને બેફામ ગાળો ફાકી, મારપીટ કરી અને તેની સાથે ગેરવર્તન કર્યુ ઉપરાંત તેને ધમકી પણ આપી છે. તેને આ બધુ નશાની હાલતમાં કર્યું છે. ફિલ્મ પ્રોડ્યુસર સેમ ફર્નાન્ડિસે કહ્યું, '2019માં મેં સૂરજ સાથે એક ફિલ્મની જાહેરાત કરી, તેણે 12 દિવસ સુધી શૂટિંગ કર્યું હતું, પરંતુ પ્રથમ લોકડાઉન પછી પરિસ્થિતિ અઘરી બનવા લાગી અને રોકાણકારોએ સુરજ સાથે ફિલ્મ બનાવવાથી પીછેહઠ કરી દીધી હતી. જેની માહિતી આદિત્યના કાને પહોંચી તો તેણે પ્રોડ્યુસર પર દબાણ આપતા કહ્યું કે, આ ફિલ્મ તે સુરજ સાથે જ કરે અને ઇન્વેસ્ટર્સની વ્યવસ્થા તે કરી દેશે.

ફિલ્મે લઇને રામાયણ

આ બાદ પ્રોડ્યુસરએ પ્રતિક્રિયા આપી કે, હજુ સુધી તો ઇન્વેસ્ટર્સની કોઇ વ્યવસ્થા નથી ઉપરાતં તમે જે પૈસા આપ્યા છે, તે પણ પૂરતા નથી. આ ફિલ્મ એક હેવી વેઇટ બોકસર પર આધારિત છે, જેનું બજેટ લગભગ 25 કરોડ જેટલું છે.

આ પણ વાંચો:Gehraiyaan News Song: ફિલ્મ 'ગહરાઈયાં'ના નવા ગીતે મચાવી ધૂમ

જાણો ધમકી વિશે

સેમે અભિનેતા પર વધુ આરોપ લગાવતા કહ્યું, '27 જાન્યુઆરીથી, આદિત્યએ કહ્યું કે તે મને મળવા માંગે છે અને પછી એક હોટલમાં મળ્યા, અમે રૂમને બદલે કોરિડોરમાં વાત કરી, ત્યારબાદ થોડી ક્ષણો પછી તેણે કહ્યું કે તે તેની આગામી ફિલ્મમાં તેના પુત્રને લે, નહીં તો તે આ ફિલ્મ બનવા દેશે નહીં. આ બાદ તેણે મારી સાથે દુર્વ્યવહાર કર્યો અને મને મારામારી કરવાનું ચાલુ કર્યું, જ્યારે હું જવા લાગ્યો, ત્યારે તેણે મને પણ પાછળથી લાત મારી. જે બાદ હું સીધો પોલીસ સ્ટેશન ગયો અને તેની વિરુધ્ધ ફરિયાદ કરી છે.

આ મામલે અભિનેતાએ પણ નિવેદન આપ્યું

આ મામલે અભિનેતાએ તેના નિવેદનમાં કહ્યું છે કે, નિર્માતાના નિવેદન ખોટા છે, 'સેમ ફેબ્રુઆરી 2020માં મારી પાસે આવ્યો હતો અને મને ફિલ્મની સ્ટોરી કહ્યા બાદ પૈસાની માંગણી કરવા લાગ્યો હતો. તે કહે છે કે, આ ફિલ્મ માટે તેણે તેનું ઘર ગીરો રાખ્યું છે. કારણ કે વેન્ડર્સને પણ ચૂકવણી પેટે આપવા પડશે. આ બાદ તેની આ હાલત જોઈ અભિનેતાએ તેની પત્ની અને બાળકોના ખાતામાંથી 90 લાખ 50 હજાર રૂપિયાની વ્યવસ્થા કરી આપી હતી.

અભિનેતાએ પોલીસ સ્ટેશનમાં સેમ વિરુદ્ધ FIR માટે અરજી કરી

આ બાદ તે તે 27 જાન્યુઆરીએ મને મળ્યો અને પછી મારા પરિવાર અને સૂરજ વિશે ખોટી વાતો કરવા લાગ્યો અને વધુ પૈસાની માંગણી કરવા લાગ્યો હતો, જ્યારે મેં મારા પહેલા આપેલા પૈસા પાછા માગ્યા તો તેણે ના પાડી દીધી હતી. તે પછી મને ખબર પડી કે સેમે મારી વિરુદ્ધ એનસી નોંધાવી છે તો અભિનેતાએ પણ વર્સોવા પોલીસ સ્ટેશનમાં (Versova police station) તેની વિરુદ્ધ FIR માટે અરજી કરી છે. તમને જણાવી દઈએ કે, આદિત્યએ પોતાની ફરિયાદ સાથે બેંક સ્ટેટમેન્ટ પણ જોડ્યું છે, જેમાં સેમને પૈસા આપવાના પુરાવા છે. આના પર સેમે કહ્યું કે, હા મને પૈસા આપ્યા છે, પરંતુ મારા અંગત ઉપયોગ માટે નહીં ફિલ્મમાં સૂરજને લેવા માટે.

આ પણ વાંચો:Oscar Award 2022: આ વર્ષે ભારતની આ ફિલ્મે મેળવ્યું ઓસ્કરમાં સ્થાન

ABOUT THE AUTHOR

...view details