ગુજરાત

gujarat

ETV Bharat / sitara

ક્રિસ હેમ્સવર્થે તેના ભારતીય ફેન્સ માટે મોકલ્યો પ્રેમ - ક્રિસ હેમ્સવર્થ ન્યૂઝ

ઓસ્ટ્રેલિયન અભિનેતા ક્રિસ હેમ્સવર્થ માર્ચમાં મુંબઈ આવવાના હતા, પરંતુ હાલ ચાલી રહેલા કોરોનાના કહેરને લઈ તે આવી શકે તેમ નથી. તે દરમિયાન ક્રિસ હેમસવર્થે તેના ભારતીય ચાહકો માટે પ્રેમ મોકલ્યો છે.

Chris Hemsworth
Chris Hemsworth

By

Published : Apr 6, 2020, 8:29 PM IST

મુંબઇ : હોલીવુડ સ્ટાર ક્રિસ હેમ્સવર્થે કહ્યું હતું કે તે તેની નેટફ્લિકસની આગામી ફિલ્મ 'એક્સ્ટ્રેક્શન'ની ઉજવણી માટે ભારત આવવા ખુબ જ ઉત્સાહિત હતા. હેમ્સવર્થ તેના ફિલ્મ પ્રમોશન માટે મુંબઈ આવવાના હતા, પરંતુ કોરોના વાઈરસની મહામારીને કારણે હવે તે આવી શકે તેમ નથી. તેથી તેમણે તેના ભારતીય ફેન્સ માટે પ્રેમ મોકલ્યો છે.

દેશી અંદાજમાં ફેન્સનું સ્વાગત કરતાં હેમ્સવર્થે ભારત માટે એક વીડિયોના માધ્યમથી પ્રેમ મોકલ્યો છે. તેમણે કહ્યું કે, ત્યાંના સ્થાનિક કલાકારો સાથે કામ કરવાનો મોકો મળ્યો હોવાથી ખુદને સન્માનિત મહેસુસ કરુ છુ.

ઈન્સ્ટાગ્રામ પર શેર કરેલા વીડિયોમાં હેમ્સવર્થ કહી રહ્યાં છે કે, 'નમસ્તે ઈન્ડિયા ઓસ્ટ્રેલિયાથી તમારો ક્રિસ હેમ્સવર્થ. જેમ કે, તમે સાંભળ્યુ હશે કે ભારતમાં શુટ થયેલી ફિલ્મના જશ્ન મનાવવા માટે હું ખુબ ઉત્સાહિત હતો. તમારા દેશમાં મારો સમય યાદગાર રહ્યો છે, હું ભારત આવવા ખુબ જ ઉત્સાહિત હતો, પરંતુ હાલ દુનિયામાં ચાલી રહેલા કોરોનાના કહેર વચ્ચે ભારત આવી શકુ તેમ નથી.'

ક્રિસ હેમ્સવર્થની ફિલ્મ 'એક્સટ્રેક્શન' નેટફ્લિક્સ પર એપ્રિલના રોજ રિલીઝ થશે.

ABOUT THE AUTHOR

...view details