નવી દિલ્હી: એલજેપીના રાષ્ટ્રીય અધ્યક્ષ અને સાંસદ ચિરાગ પાસવાને ઇટીવી ભારત સાથે બોલિવૂડ અભિનેતા સુશાંત સિંહ રાજપૂત આત્મહત્યા મામલે વિશેષ વાતચીત કરી છે. તેમણે કહ્યું કે, મેં આ સમગ્ર મામલે મહારાષ્ટ્રના સીએમ ઉદ્ધવ ઠાકરે સાથે ફોન પર વાત કરી છે. ચિરાગે કહ્યું કે, મુખ્યપ્રધાને મને ખાતરી આપી છે કે, આ ઘટના પાછળ જે પણ હશે તેને બક્ષવામાં આવશે નહીં. પોલીસ આ મામલે તપાસ કરી રહી છે.
ચિરાગે કહ્યું કે, મેં આ મામલે મહારાષ્ટ્રના મુખ્યપ્રધાન પાસે માગ કરી છે કે, સમગ્ર ઘટનાની સીબીઆઈ તપાસ થવી જોઈએ. આ અંગે ઉદ્ધવ ઠાકરેએ કહ્યું કે, જ્યારે પણ મને લાગશે કે સીબીઆઈ તપાસની જરૂર છે ત્યારે હું જાતે જ સીબીઆઈ તપાસનો આદેશ આપીશ. ચિરાગે ઇટીવી ભારતને જણાવ્યું હતું કે, આખું બિહાર સત્ય જાહેર થાય તેવું ઇચ્છે છે. જે લોકો આ ઘટના પાછળ છે તેમને સજા કરવામાં આવે.