ગુજરાત

gujarat

By

Published : Jan 5, 2020, 10:16 AM IST

ETV Bharat / sitara

આલિયા ભટ્ટે શેર કર્યો તેનો ઓફ-સીઝન ચિક લુક

મુંબઈ: આલિયા ભટ્ટે સોશિયલ મીડિયા પર પોતાના ન્યૂ લુક શેર કર્યો છે. જે સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે. આલિયા ભટ્ટ દ્વારા શેર કરાયેલા ફોટોમાં તે ખૂબ જ કુલ લાગી રહી છે.

Alia Bhatt
Alia Bhatt

આલિયાએ સોશિયલ મીડિયા પર શનિવારના રોજ પોતાનો નવો ઓફ સીઝન સમર લુક શેર કર્યો હતો. જે હવે ઈન્ટરનેટમાં ખૂબ જ ધમાલ મચાવી રહ્યો છે. દેશમાં જ્યારે ઠંડીનું પ્રમાણ વધ્યું છે ત્યારે આલિયાને જોઈને લાગે છે કે, તેના પર મોસમની કોઈ જ અસર થતી નથી. કારણ કે, ફોટોમાં તે પોતાના સેમી કેઝ્યુઅલ સ્ટાઈલમાં નજર આવી રહી છે.

અભિનેત્રીએ આ ફોટો પોતાના હોલિડેમાંથી પરત આવ્યા બાદ ઈન્સ્ટાગ્રામ પર શેર કરી છે. જેમાં તે સ્કવેર સ્ટ્રિપ્ડ ટોપ અને ટ્રાઉઝર્સમાં દેખાઈ રહી છે. તેમજ હાર્ટ શેપ ગ્લાસિસમાં તે ખૂબ જ કુલ દેખાઈ રહી છે.

અભિનેત્રીએ ફોટો શેર કરતા કેપ્શનમાં લખ્યું કે, સમર-ઈયર મામાસિટા. @summerwhereshop પહેર્યુ છે. આલિયાના આ લુકને ફેન્સ દ્વારા ખુબ જ પસંદ કરવામાં આવી રહ્યો છે. પરીણામ સ્વરૂપે પ્રથમ 3 કલાકમાં જ 8 લાખ લાઈક્સ મળ્યા હતા.

આલિયા અને રનબીર જલ્દીથી જ નિર્દેશક અયાન મુખર્જીની આગામી ફિલ્મ બ્રહ્માસ્ત્રમાં દેખાશે. ફિલ્મમાં અમિતાભ બચ્ચન પણ લીડ રોલમાં છે.

ABOUT THE AUTHOR

...view details