મુંબઈઃ અભિનેત્રી અને સામાજિક કાર્યકર્તા સેલિના જેટલી તાજેતરમાં જ એક શોર્ટ ફિલ્મ 'સીઝન્સ ગ્રીટીંગ્સ: અ ટ્રિબ્યુટ ટૂ રિતુપર્ણો ઘોષ'માં જોવા મળી હતી. તેમણે કહ્યું કે, એક શિક્ષિત સમાજ ખાસ કરીને યુવા પેઢી એલજીબીટીક્યુ સમુદાયને સ્વીકારી રહી છે.
આ શોર્ટ ફિલ્મ એલજીબીટીક્યુ સમુદાયની સામાજિક સ્વીકૃતિના મુદ્દા પર આધારિત છે. આ ફિલ્મ રાષ્ટ્રીય પુરસ્કાર વિજેતા નિર્દેશક રિતુપર્ણો ઘોષને શ્રદ્ધાંજલિ અર્પણ છે. સેલિનાએ કહ્યું કે, "એલજીબીટીક્યુ સમુદાય વિશે હજી સમજણનો અભાવ છે. સૌથી મોટો અવરોધ એ છે કે, ભારતમાં સમાજ પોતે જ સમલૈંગિકતા વિશે કોઈને શિક્ષિત કરવા તૈયાર નથી અને કોઈ પણ સ્તર પર આ સમુદાયને સ્વીકારતો નથી. જેની પાછળ ધાર્મિકતા અને અજ્ઞાનતા જેવા કારણ હોઈ શકે છે."