આરે વનને શહેરનો મુખ્ય હરિયાળો વિસ્તાર માનવામાં આવે છે. પ્રદર્શન હેઠળ લોકોએ આરે વનમાં રવિવારે સવારે માનવ શ્રૃંખલા બનાવી હતી. કલાકારોએ પોતાના ટ્વિટર હેન્ડલ દ્વારા સરાકારના આ નિર્ણય પર ફરી વિચાર કરવા અને તેને બદલાવવા માટે જણાવ્યું છે.
બૉલીવુડ કલાકાર શ્રદ્ધા કપૂર મેટ્રો યાર્ડના નિર્માણ માટે આરે વનમાં 2700થી વધારે વૃક્ષોને કાપવાના સામેના પ્રદર્શનમાં રવિવારે જોડાઈ હતી. તેણે બૃહન્મુંબઈ મહાનગર પાલિકાના વૃક્ષ ઓથોરિટીના નિર્ણયને ‘અયોગ્ય’ ગણાવ્યો છે.
શ્રદ્ધાએ આ અંગે કહ્યું હતું કે, વૃક્ષ કાપવાની પરવાનગી આપવાને લઈને ફરિયાદ નોંધાવીને પ્રદર્શનમાં જોડાઈ છું આશા રાખુ છું કે, સરકાર આ બાબતે નિર્ણય બદલશે.
અભિનેત્રી દિયા મિર્જાએ પોતાના ઈન્સ્ટ્રાગામ એકાઉન્ટ પર લાઈવ કરીને કહ્યું કે, 'આપણે બધા અહીં પ્રકૃતિનું સમર્થન કરવા માટે ભેગા થયા છીએ. અમારે અહીં પહેલાથી જ પ્રદષણની સમસ્યા છે, તો વૃક્ષોને કાપવાની પરવાનગી કેવી રીતે આપી શકે છે.' શ્રદ્ધા એકલી બૉલીવુડ હસ્તી નથી, જેમણે આ નિર્ણય પર વિરોધ નોંધાવ્યો છે. અભિનેત્રી દિયા મિર્જાએ ટ્વિટર પર મહારાષ્ટ્રના મુખ્યપ્રધાન દેવેન્દ્ર ફડણવીસને ટેગ કરીને લખ્યું કે, 'મેટ્રોની વિરોધમાં નથીં હું. તેને બનાવો પરંતુ પરિસ્થિતિવિજ્ઞાનના તંત્રને બગાડવાની કિંમત પર નહીં. જે આપણી અમૂલ્ય સેવા કરે છે. કાર શેડ માટે વિકલ્પ છે.'
અભિનેત્રી રવીના ટંડને પણ આ નિર્ણય પર ગુસ્સો વ્યક્ત કરતા ટ્વીટ કર્યુ કે, 'હૈરાન છું કે આપણે વૃક્ષોને કાપવા દઈએ છીએ. નાગરિકોના અવાજોને કેમ સાંભળવામાં નથી આવી રહ્યો ?
અભિનેતા રણદીપ હુડ્ડાએ કહ્યું કે, આરેમાં વૃક્ષોને કાપવાનો નિર્ણય 'ખૂબ જ દુ:ખદાયી ખબર' છે અને તેમણે આ સંદેશની સાથે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને મહારાષ્ટ્રના મુખ્યપ્રધાનને ટેગ કર્યુ છે.
ગાયક શાને કહ્યું કે, આ નિર્ણય પર ધણો વાદવિવાદ થયો છે, પરંતુ હજૂ સુધી કોઈએ પણ મેટ્રો યાર્ડ માટે વિકલ્પવાળો માર્ગ નથી સૂચવ્યો. તેણે કહ્યું કે, 'આપણે કોઈ સામાધાન નથી બતાવી રહ્યા. કોઈ પણ કારણે અમે વૃક્ષોને કાપવા દેવા નથી માંગતા, આવુ ન થવું જોઈએ. આપણે વૃક્ષોને બચાવવા જોઈએ.'