મુઝફ્ફરપુર: બિહારમાં બોલિવૂડ એક્ટર સુશાંત સિંહ રાજપૂતની આત્મહત્યા મામલે બીજો એક કેસ નોંધાયો છે. પતાહીના રહેવાસી કુંદન કુમારે અભિનેત્રી રિયા ચક્રવર્તી પર મુઝફ્ફરપુર કોર્ટમાં ફરિયાદ નોંધાવી છે. મહત્વનું છે કે, રિયા સુશાંતની ગર્લફ્રેન્ડ હોવાનું કહેવાઈ રહ્યું છે.
રિયા ચક્રવર્તી પર આક્ષેપો કરતા કુંદન કુમારે આરોપ લગાવ્યો કે, રિયાએ સુશાંત સિંહ રાજપૂતને પહેલા પ્રેમમાં ફસાવીને વિશ્વાસ પર લીધો હતો. આ પછી માનસિક અને આર્થિક રીતે શોષણ કર્યું. જ્યારે રિયાને સહયોગથી ફિલ્મી કારકિર્દીની મદદ મળી કે, ત્યારે સુશાંતને જીવનમાંથી કાઢી નાંખ્યો.
મહત્વનું છે કે, સુશાંત સિંહ આત્મહત્યા કેસમાં બાંદ્રા પોલીસ સુશાંતની ગર્લફ્રેન્ડ રિયાની પૂછપરછ કરી હતી. ગુરુવારે રિયાની 11 કલાક સુધી પૂછપરછ કરવામાં આવી હતી. પોલીસ આ કેસમાં સુશાંતની એક્સ ગર્લફ્રેન્ડ અંકિતા લોખંડે સાથે પણ વાતચીત કરી શકે છે. સુશાંતના મૃત્યુ બાદ અંકિતા સુશાંતના પરિવારને પણ મળી હતી.