- 'હેપ્પી બર્થ ડે શાહરૂખ'થી ઝળહળી ઉઠ્યો બુર્જ ખલીફા
- SRKના જન્મદિવસ પર ખાસ આયોજન
- ત્રીજી વખત SRK બુર્જ ખલીફા બિલ્ડિંગ પર જોવા મળ્યો
દુબઈ (યુએઈ): સુપરસ્ટાર શાહરૂખ ખાનનો 56મો જન્મદિવસ એક મહાન નોંધ પર સમાપ્ત થયો, કારણ કે દુબઈના આઇકોનિક ટાવર બુર્જ ખલીફાએ રાત્રે તેને 'હેપ્પી બર્થ ડે'ની શુભેચ્છા આપવા માટે તેની છબી પ્રદર્શિત કરીને ફિલ્મ સ્ટારનું સન્માન કર્યું હતું. પ્રખ્યાત ઉદ્યોગપતિ મોહમ્મદ અલબ્બરે એક વિડિયો લીધો અને તેના ટ્વિટર એકાઉન્ટ પર શેર કર્યો, જેમાં ખાસ શાહરૂખ માટે બુર્જ ખલીફા (shah rukh khan on burj khalifa)ને પ્રકાશીત થતા જોઈ શકાય છે. સાથેચ તેને 'જન્મદિવસની શુભકામનાઓ'નો સંદેશ પણ આપવામાં આવ્યો છે.
હેપ્પી બર્થ ડે શાહરૂખ
વિડિયો ક્લિપની શરૂઆત બિલ્ડિંગ પર લખેલા 'હેપ્પી બર્થ ડે શાહરૂખ' લખાણથી થાય છે, જે પાછળથી બદલાઈને 'આઇ (હાર્ટ ઈમોજી) યુ દેખાય છે. ખાસ પ્રસંગને ચિહ્નિત કરતા બુર્જ ખલીફાની ટીમે SRKની હિટ ફિલ્મ દિલવાલે દુલ્હનિયા લે જાયેંગેનું પ્રખ્યાત ગીત 'તુઝે દેખા તો યે જાના સનમ' પણ વગાડ્યું.
આ પણ વાંચો: