ગુજરાત

gujarat

ETV Bharat / sitara

લોકડાઉનમાં બોલિવૂડ સ્ટાર્સ જૂના દિવસો યાદ કરી રહ્યા છે... - કોરોના વાઇરસ લોકડાઉન

લોકડાઉનને ઘણો સમય થઇ ગયો છે અને હવે બોલિવૂડ સ્ટાર્સ પણ જૂના દિવસોને યાદ કરી રહ્યાં છે. આયુષ્માને સેટ પર પહોંચીને એક્ટિગ કરવી છે, તો નુસરત ભરૂચાને તેના ટ્રેનર સાથે વર્કઆઉટ કરવું છે.

etv bharat
લોકડાઉનમાં બોલિવૂડ સ્ટાર્સ જૂના દિવસો યાદ કરી રહ્યા છે.

By

Published : Apr 16, 2020, 9:38 PM IST

મુંબઇ: કોરોના વાઇરસ મહામારીના સંક્રમણને રોકવા માટે ચાલી રહેલા દેશવ્યાપી લોકડાઉનને કારણે લોકો ઘરોમાં રહીને ખૂબ કંટાળી ગયા છે. બોલિવૂડ સેલેબ્રિટીઝ પણ પોતાનો સમય જમવાનું બનાવીને, ઘરની સફાઈ કરી, પાળતું પ્રાણીનું ધ્યાન રાખીને, વર્કઆઉટ કરીને પોતાનો સમય નિકાળી રહ્યાં છે.

લોકડાઉનમાં બોલિવૂડ સ્ટાર્સ જૂના દિવસો યાદ કરી રહ્યા છે.

બધા સ્ટાર્સ ફિલ્મના સેટ પર પાછા ફરવાની આતુરતાથી રાહ જોઈ રહ્યાં છે. તેઓ લાઇટ, કેમેરો અને એકશનની દુનિયામાં પાછા જવા માગે છે. અભિનેતા આયુષ્માન ખુરાનાને આજકાલ ફિલ્મના સેટની ખૂબ જ યાદ આવી રહી છે. તેણે એક ટ્વીટમાં ખુલાસો કર્યો છે કે, તેણે શો 'મની હિસ્ટ'ના મુખ્ય પાત્ર પ્રોફેસરની ભૂમિકા નિભાવવાની કલ્પના કરી છે.

આયુષ્માને લખ્યું કે, 'હું પ્રોફેસર બનવા માંગું છું. હું તેને દુનિયાની સામે રજૂ કરવા માંગુ છું. ફિલ્મ નિર્માતાઓ હું આવાજ એક પાત્રને ભજવવા માટે ખૂબજ ઉત્સુક છું. દરેક માનવીની જેમ હું પણ કામ શરૂ કરવાની અને સેટ પર પાછા ફરવાની આતુરતાથી રાહ જોઈ રહ્યો છું. અભિનેત્રી નુસરત ભરૂચાએ ઈન્સ્ટાગ્રામ પર તેનો વર્કઆઉટનો એક વીડિયો શેર કર્યો અને કહ્યું કે, તેને તેના ટ્રેનર સાથે વર્કઆઉટ કરવાનું યાદ આવી રહ્યું છે.

અભિનેતા સિદ્ધાર્થ મલ્હોત્રાને તે દિવસો યાદ આવે છે, જ્યારે તે બેજીજક ઘરની બહાર નિકળી જતો હતો. તેણે ઈંસ્ટાગ્રામ પર શેર કરતાં કહ્યું કે, 'તે દિવસ યાદ આવે છે, જ્યારે આપણે ઘરનો દરવાજો ખોલીને એમ બહાર નિકળી જતા હતા? મને અત્યારે એ જ યાદ આવે છે. આ સિવાય સોનાક્ષી સિંહાને મેક-અપ કરવાની, કૃતિ ખરબંદાને સજવા સરવાની, સોનમ કપૂરને શૂટિંગ કરવાની, રણદીપ હૂડાને ઘોડા સવારીની યાદ આવી રહી છે.

ABOUT THE AUTHOR

...view details