મુંબઇઃ અક્ષય કુમાર, આયુષ્માન ખુરાના, ટાઇગર શ્રોફ, કાર્તિક આર્યન અને અનન્યા પાંડે, કૃતિ સેનન, રાજકુમાર રાવ, અને તાપસી પન્નુ બૉલિવૂડની એ ફેમસ હસ્તીઓમાં સામેલ છે. જે એક નવા ગીત 'મુસ્કુરાયેગા ઇન્ડિયા'માં અભિનય કરતા જોવા મળી રહ્યા છે.
આ ગીતના માધ્યમથી ઘાતક કોરોના વાઇરસ સામેની લડાઇમાં લોકોનું મનોબળ વધારવામાં મદદ મળશે.
વિશાલ મિશ્રા દ્વારા ગવાયેલા ટ્રેકનો વીડિયો વડાપ્રધાન મોદીના ભાષણની સાથે શરૂ થાય છે.
રકુલ પ્રીત, સિદ્ધાર્થ મલ્હોત્રા અને ક્રિકેટર શિખર ધવન પણ આ ગીતનો ભાગ છે.
આ વીડિયોમાં અભિનેતાઓને ભારતીયોને હસી ફેલાવવાનો આગ્રહ કરતા જોવા મળી રહ્યા છે.
અક્ષય કુમારે પોતાના ઇન્સ્ટાગ્રામ પર લિંક શેર કરતાં લખ્યું કે, 'આપણે બધાએ એકજૂથ થવાની જરૂર છે. આ ગીતને તમારા પરિવાર અને દોસ્તો સાથે શેર કરો.'
અક્ષય કુમારની કેપ ઑફ ગુડ ફિલ્મ્સના સહયોગથી જેકી ભગનાનીના 'જસ્ટ મ્યુઝિક' દ્વારા 'મુસ્કયુરાયેગા ઇન્ડિયા' પ્રસ્તુત કરવામાં આવ્યું છે.
અભિનેતા ઉપરાંત ફીચર કરવામાં આવેલા તમામ કલાકારોએ આ ગીતને પોતાના સોશિયલ મીડિયા હેન્ડલ પર શેર કર્યું અને લોકોને આ મુશ્કેલ સમયમાં હસવાની પ્રેરણા આપી હતી.