ગુજરાત

gujarat

ETV Bharat / sitara

'જયેશભાઇ જોરદાર' બોમન બનશે રણવીરના પિતા

મુંબઇઃ બૉલિવૂડના ખૂબ જ જાણીતા અભિનેતા બોમન ઇરાનીની આગામી ફિલ્મ જયેશભાઇ જોરદારમાં અભિનેતા રણવીર સિંહના પિતાનું પાત્ર ભજવવા માટે સાઇન કર્યું છે.

By

Published : Jan 15, 2020, 9:21 AM IST

Etv Bharat, Gujarati News, Jayeshbhai Jordar, Ranveer Singh, Boman Irani
જયેશભાઇ જોરદારમાં બોમન બનશે રણવીરના પિતા

બોમને પોતાના પાત્ર વિશે જણાવતા કહ્યું કે, 'જયેશભાઇ જોરદારની સ્ક્રિપ્ટ દુર્લભ છે અને જે એક શાનદાર અને જીવંત સ્ટોરીને રજૂ કરે છે. મારા માટે દિવ્યાંગ એક યોગ્ય લેખક અને નિર્દેશક છે અને એના જેવી પ્રતિભા કેટલાય વર્ષોમાં એકવાર આવે છે. તેમણે એવું લખ્યું છે કે, જે વિચારોને તેજ કરે. જેમાં હાસ્યાસ્યત્મક અને મનોરંજન તરીકે એક મજબૂત સંદેશો આપવવામાં આવ્યો છે.'

મહત્વનું છે કે, નવાગંતુક લેખક અને નિર્દેશક દિવ્યાંગ ઠાકુર દ્વારા નિર્દેશિત 'જયેશભાઇ જોરદાર' ગુજરાતી પૃષ્ઠભૂમિ પર આધારિત એક મનોરંજક ફિલ્મ છે અને રણવીર તેમાં એક ગુજરાતી વ્યક્તિની ભૂમિકામાં જોવા મળશે.

બોમને હાલમાં જ રણવીરની સાથે '83'માં પણ કામ કર્યું છે. તેમણે આ 'ગલી બોય' સ્ટારને 'પાવરહાઉસ પર્ફોર્મર' કહ્યા હતા. રણવીર વિશે વાત કરતાં કહ્યું કે, 'રણવીરની સાથે કામ કરવામાં હંમેશા મોજ આવે છે. તે એક પાવરહાઉસ પર્ફોર્મર છે. જે દરેક દ્રશ્યમાં પોતાનું પુરૂં યોગદાન આપે છે અને એક કલાકાર તરીકે એવા લોકો સાથે રચનાત્મક રીતે જોડાવામાં સારૂં લાગે છે. હું ફિલ્મમાં તેના પિતાનું પાત્ર ભજવી રહ્યો છું અને જ્યારે લોકો આ ફિલ્મને જોશે ત્યારે અમારી વચ્ચેનો એક દિલચસ્પ સંબંધ જોવા મળશે.'

આ ફિલ્મમાં અર્જૂન રેડ્ડી ફેમ અભિનેત્રી શાલિની પાંડે રણવીર સિંહના અપોઝિટમાં જોવા મળશે. અભિનેત્રી આ ફિલ્મથી પોતાના બૉલિવૂડમાં ડેબ્યુ કરવા જઇ રહી છે. દિવ્યાંગ ઠક્કર દ્વારા લખાયેલી અને ડિરેક્ટર કરવામાં આવી છે, યશરાજ ફિલ્મ્સ પ્રોડક્શનમાં બનેલી ફિલ્મ 'જયેશભાઈ જોરદાર'ને મનિષ શર્માએ પ્રોડ્યુસ કરી છે.

ABOUT THE AUTHOR

...view details