મુંબઈ: બોલિવૂડ (Bollywood Upcoming Films) સુપરસ્ટાર શાહરૂખ ખાન (Bollywood King Khan) ટૂંક સમયમાં રાજકુમાર હિરાણીની અનટાઈટલ્ડ ફિલ્મ માટે શૂટિંગ કરવા જઈ રહ્યો છે, ત્યારે હવે કિંગ ખાનની આગામી ફિલ્મ વિશે વધુ એક બિગ અપડેટ સામે આવી છે, જે ચોક્કસપણે ચાહકોને ઉત્સાહિત કરશે. રિપોર્ટ્સ પ્રમાણે શાહરૂખ ખાનની આગામી ફિલ્મમાં મોડન જમાનાના સુપરસ્ટાર એન્ટ્રી થઈ છે. જાણો કોણ છે તે..
જાણો સુપરસ્ટારના નામ વિશે.
રાજકુમાર હિરાણીની અનટાઈટલ્ડ ફિલ્મમાં બોલિવૂડ કિંગ ખાન સાથે બીજું કોઈ નહીં પણ વિકી કૌશલની એન્ટ્રી થઇ છે. આ બન્ને પહેલીવાર સ્ક્રિન પર સાથે જોવા મળશે. ખાસ વાત એ છે કે, આ જોડી કેટલી ધુમ મચાવશે.
શાહરૂખ ખાન સ્ટારર ફિલ્મ રાજકુમાર હિરાણી ડિરેક્ટકરી રહ્યા છે
શાહરૂખ ખાન (Shah Rukh Khan upcoming films) સ્ટારર ફિલ્મ રાજકુમાર હિરાણી ડિરેક્ટકરી રહ્યા છે. એટલે કે વિકી કૌશલ પહેલીવાર શાહરૂખ ખાન સાથે કામ કરશે. પિંક વિલાના અહેવાલ મુજબ, ફિલ્મના નિર્માતાઓ વિકી કૌશલ સાથે ફિલ્મને લઈને વાતચીતનો દોર શરૂ છે. રિપોર્ટમાં એક સૂત્ર દ્વારા દાવો કરવામાં આવ્યો છે કે, વિકી કૌશલ ફિલ્મમાં મહત્વના રોલમાં જોવા મળી શકે છે.
આ પણ વાંચો:Hritik Roshan and saba Azad: હૃતિક રોશન અને સબા આઝાદે આપ્યો ચર્ચાને વેગ
રાજકુમાર હિરાણીની હંમેશા ફિલ્મોમાં મહત્વની ભૂમિકાઓ રહી છે
"મુન્નાભાઈ MBBS"થી લઇ રાજકુમાર હિરાણીની હંમેશા ફિલ્મોમાં મહત્વની ભૂમિકાઓ રહી છે, જે જાણીતા ચહેરાઓ વિશેષ ઓળખ આપે છે. તે અરશદ વારસી હોય, મુન્નાભાઈ ફ્રેન્ચાઇઝીમાં જીમી શેરગિલ હોય, પીકેમાં સંજય દત્ત અને સુશાંત સિંહ રાજપૂત હોય કે સંજુમાં વિકી કૌશલ હોય. આ દરમિયાન રાજકુમાર હિરાણી વિકી કૌશલ સાથે શાહરૂખ ખાનની આગામી ફિલ્મમાં મહત્વની ભૂમિકા ભજવવા માટે વાતચીત કરી રહ્યા છે.
રાજકુમાર હિરાની વિકી કૌશલને આગામી ફિલ્મનો ભાગ બનાવવા માંગે છે
સૂત્રોએ દાવો કર્યો છે કે, ફિલ્મમાં વિકી કૌશલને કાસ્ટ કરવા માટે ડેટ અને સમય પણ અનુકુળતા પ્રમાણે નક્કી કરવામાં આવી રહ્યું છે તેમજ 'સંજુના સેટ પર રાજકુમાર હિરાની અને વિકી કૌશલ વચ્ચે સુમેળ પણ વધ્યો હતો અને તેથી નિર્દેશક તેને પોતાની આગામી ફિલ્મનો ભાગ બનાવવા માંગે છે. હાલમાં, તારીખ, સમય અને અન્ય પાસાઓ પર કામ કરવામાં આવી રહ્યું છે. એકવાર બધું નક્કી થઈ જાય પછી કલાકાર તેની સત્તાવાર પુષ્ટિ કરશે.
આ પણ વાંચો:Abhishek Bachchan Birthday: જાણો અભિનેતા અભિષેક બચ્ચનના જન્મદિવસ નિમિતે તેના બાળપણની રસપ્રદ વાતો..