લખનઉ: બોલીવુડની જાણીતી ગાયિકા કનિકા કપૂર કોરોના વાઇરસથી સંક્રમિત છે અને તેના સતત રીપોર્ટ કરાવામાં આવી રહ્યા છે. જો કે હાલ તેનો કોરોના વાયરસનો પાંચમો ટેસ્ટ રિપોર્ટ નેગેટિવ આવ્યો છે.
સિંગર કનિકા કપૂરનો પાંચમો કોરોના વાઇરસનો રિપોર્ટ આવ્યો નેગેટિવ - સિંગર કનિકા કપૂરનો પાંચમો રિપોર્ટ નેગેટીવ
બોલીવુડની જાણીતી ગાયિકા કનિકા કપૂર કોરોના વાઇરસથી સંક્રમિત છે અને તેનું સતત પરીક્ષણ કરવામાં આવી રહ્યું છે. હાલ તેનો કોરોના વાયરસનો પાંચમો ટેસ્ટ રિપોર્ટ નેગેટિવ આવ્યો છે. જો કે ડોકટરે કહ્યું છે કે હજી તે હોસ્પિટલમાં જ રહેશે.
કોરોના વાયરસથી સંક્રમિત થયા બાદ લખનઉમાં પ્રખ્યાત ગાયિકા કનિકા કપૂરને પીજીઆઈમાં દાખલ કરવામાં આવી હતી. સિંગર કનિકા કપૂર 9 માર્ચે લંડનથી મુંબઇ પરત આવી હતી. બે દિવસ પછી, તે રાજધાની લખનઉ આવી અને ઘણી પાર્ટીઓમાં પણ ગઇ હતી. જેમાં ઘણા વીવીઆઈપી મહેમાનોનો પણ હતા.
હવે, કનિકા કપૂરના ફેન્સ અને આરોગ્ય વિભાગ બંને માટે રાહતના સમાચાર છે કે કનિકા કપૂરનો પાંચમો રીપોર્ટ નેગેટીવ આવ્યો છે. આ પહેલા કનિકા કપૂરની પીજીઆઈમાં લગભગ ચાર વાર ટેસ્ટ કરવામાં આવ્યા હતા, જે દરેક વખતે પોઝીટીવ આવ્યા હતા. પરંતુ કનિકા કપૂરનો રિપોર્ટ નેગેટિવ આવ્યા બાદ હવે આરોગ્ય વિભાગે રાહત શ્વાસ લીધો છે.