મુંબઈઃ ફિલ્મ નિર્માતા સુધીર મિશ્રાના પિતા ડો.દેવેન્દ્ર નાથ મિશ્રાનું સવારે અવસાન થયું છે. સુધીર મિશ્રાએ ટ્વિટ કરીને તેમના પિતાના નિધન અંગે માહિતી આપી હતી. ત્યારબાદ ઘણા બોલિવૂડ સેલેબ્સે ટ્વીટ કરીને પોતાનો શોક વ્યક્ત કર્યો હતો.
સુધીર મિશ્રાએ ટ્વિટ કરી લખ્યું કે, "આજે સવારે મારા પિતા ડો.દેવેન્દ્ર નાથ મિશ્રાનું અવસાન થયું છે, લખનઉનો એક છોકરો, ગણિતશાસ્ત્રી અને તે પછી ગણિતશાસ્ત્રના પ્રોફેસર, સાગર યુનિવર્સિટી, સંયુક્ત શિક્ષણ સલાહકાર, શિક્ષણ મંત્રાલય, નાયબ નિયામક સીએસઆઈઆર, એમપી સાઈન્સ તકનીકીના વડા અને બીએચયુના કુલપતિ."