ગુજરાત

gujarat

ETV Bharat / sitara

ધર્મેન્દ્રનો વાછરડા પ્રત્યેનો પ્રેમ, જુઓ સોશિયલ મીડિયામાં વીડિયો - Ahemdabad

હીમેન તરીકે ઓળખાતા ધર્મેન્દ્ર સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહે છે. તાજેતરમાં હિન્દી ગીત ‘અભી ન જાઓ છોડ કર…’ ગાતો વીડિયો મૂક્યો હતો. આ વીડિયોને ધરમપાજીના ફેન્સે ખૂબ લાઈક કર્યો હતો. 85 વર્ષની ઉંમરે પણ એકદમ ફિટ એવા ધરમપાજીએ તાજેતરમાં જ સ્વિમિંગ પુલમાં એરોબિક્સ કરતો વીડિયો પણ મૂક્યો હતો. તેને પણ ચાહકોએ ખૂબ જ વધાવ્યો હતો.

ધર્મેન્દ્રનો વાછરડાં પ્રત્યેનો પ્રેમ
ધર્મેન્દ્રનો વાછરડાં પ્રત્યેનો પ્રેમ

By

Published : Jun 26, 2021, 9:53 PM IST

  • લેજન્ડરી એક્ટર ધર્મેન્દ્રનો વધુ એક વીડિયો થયો વાયરલ
  • પોતાના ફાર્મહાઉસ પર ઉછેરેલા વાછરડાની આપી ઓળખાણ
  • ખેતીકામમાં ઉપયોગમાં લેશે કેળવાયલો વાછરડો
  • અમદાવાદ : ધર્મેન્દ્રએ (Bollywood Actore dharmendra) ઈન્સ્ટાગ્રામમાં વીડિયો શેર કર્યો છે, તે વીડિયો તેમના ફાર્મ હાઉસનો છે અને તેઓ ગાયના વાછરડાની સાથે જોવા મળ્યા હતા.

ધર્મેન્દ્ર દોસ્તોને કહી રહ્યા છે લવ યુ ઑલ.. ખુશ રહો

ધર્મેન્દ્ર (Bollywood Actore dharmendra) કહી રહ્યા છે, હેલ્લો દોસ્તો… કેસૈ હૌ… લવ યુ ઓલ… દો બછડો કો અભી અભી નથ ડાલી હૈ, અબ જોતેગે. ફોટો ખીંચો અને છેલ્લે તેઓ કહી રહ્યા છે કે લવ યુ ઑલ… ખુશ રહો…

ધર્મેન્દ્ર એ ગાયના વાછરડાને વ્હાલ કરતા વીડિયો મુક્યા છે

સોશિયલ મીડિયા પર ધર્મેન્દ્રનો (Bollywood Actore dharmendra) પ્રાણીઓ પ્રત્યેનો અને ખાસ કરીને ગાયના વાછરડા પરનો પ્રેમ છલકાય છે. અગાઉ પણ તેમણે ગાયના વાછરડાને વ્હાલ કરતાં વીડિયો મુક્યા છે.

ધર્મેન્દ્ર ગાયના વાછરડાને લઈને ફાર્મહાઉસમાં ફરી રહ્યા છે

ધર્મેન્દ્ર(Bollywood Actore dharmendra) એ જે વીડિયો મુક્યો છે, તેમાં ધરમપાજી ગાયના વાછરડાને લઈને ફાર્મ હાઉસમાં ફરી રહ્યા છે અને ફોટો ખીંચો તેવું કહી રહ્યા છે.

આ પણ વાંચો -

ABOUT THE AUTHOR

...view details