મુંબઇઃ બૉલિવૂડ સ્ટાર્સે ભારત અને ચીનની સીમા પર ગત્ત દિવસે થયેલી હિંસક ઝડપ અને તેમાં શિકાર થયેલા ભારતના 20 વીર નૌજવાનોને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી.
પૂર્વી લદ્દાખમાં લગભગ 17,000 ફુટ ઉંચી ગલવાન ઘાટીમાં થયેલા ફેસ-ઓફમાં શહીદ થયેલા ભારતીય જવાનોની આત્માની શાંતિ માટે પ્રાર્થના કરતા ઋતિક રોશને લખ્યું કે, 'લદ્દાખમાં જેમણે જીવ ગુમાવ્યા છે અને જે અશાંતિ સહન કરી રહ્યા છે તેના વિશે જાણીને હ્રદય કંપી ઉઠે છે. જમીન પર આપણા ડિફેન્સ મજબુતીથી રહેવા જોઇએ. ફરજ માટે શહીદ થનારાને મારા સલામ. પરિવારો માટે પ્રાર્થના અને સંવેદના. શહીદોની આત્માને શાંતિ મળે.'
અમિતાભ બચ્ચને લખ્યું કે, 'ઝરા આંખ મેં ભર લો પાની, જો શહીદ હુયે હૈ ઉનકી, ઝરા યાદ કરો કુરબાની... તેમણે આપણા દેશને બચાવતા, આપણી સુરક્ષા માટે જીવ આપ્યો છે. ભારતીય આર્મીના જવાનો અને ઓફિસર્સને સલ્યુટ... જય હિન્દ...'
અક્ષય કુમારે ગલવાન વેલીમાં શહીદ થયેલા ત્રણ ભારતીય જવાનોના ફોટા જે સોશિયલ મીડિયામાં વાઇરલ થઇ રહ્યા છે, તેને શેર કરતા લખ્યું કે, બહાદુરોના નિધનથી ખૂબ જ દુઃખ થયું છે #ગલવાનવેલી. દેશની સેવા માટે આપણે હંમેશા તેમના આભારી રહીશું. તેમના પરિવાર માટે મારા દિલથી સંવેદના.