મુંબઈ: કરણ જોહર, તાપ્સી પન્નુ અને આયુષમાન ખુરાના સહિતના ફિલ્મ નિર્માતાઓ અને કલાકારોએ રોજિંદા વેતન મેળવનારાઓને મદદ કરવાના હેતુસર નવી પહેલના સમર્થનમાં શપથ લીધા છે, આ પહેલ થકી એવા લોકોને મદદ કરવામાં આવશે જેમના જીવન પર લોકડાઉનની ઇમ્પેક્ટ પડી છે.
'આઈ સ્ટેન્ડ વિથ હ્યુમનિટી' નામની પહેલ ઇન્ટરનેશનલ એસોસિએશન ફોર હ્યુમન વેલ્યુઝ, આર્ટ ઑફ લિવિંગ ફાઉન્ડેશન અને ભારતીય ફિલ્મ અને ટીવી ઇન્ડસ્ટ્રી જેવા સંગઠનો દ્વારા શરૂ કરવામાં આવી છે, જે અંતર્ગત દૈનિક મજૂરોને 10 દિવસની ખાદ્ય અને ખાદ્ય વસ્તુઓ મળી રહેશે.
કરણે ટ્વિટર પર પોસ્ટ કર્યું,હતું કે "હું આ પહેલમાં મદદ કરવા માટે શપથ લઉ છું . આ એક એવી સ્થિતિ છે જેમાં દરેકને આપણી મદદ, પ્રેમ, સંભાળ અને ટેકોની જરૂર હોય છે."
તાપસી પન્નુએ લખ્યું, 'આ મદદ મજૂરો માટે છે. કારણ કે આપણે તેમના માટે દરેક પ્રયત્નો કરવા પડશે. જો કોરોના નહીં, તો પછી ખોરાકનો અભાવ ચોક્કસપણે તેમને મારી નાખશે. તો આવી પરિસ્થિતિ ન આવે તે માટે મદદ કરીએ. '
આયુષ્માને આ ઇનિશિયેટીવને મહાન ગણાવી. તેમે ટ્વીટ કરી કહ્યું કે , " હું આમાં મદદ કરવા અને શામિલ થવા માટે શપથ લવ છું. ભારત અને ભારતીય હાલ મુસીબતમાં છે અને આપણે સાથે મળીને તેને આ મુસીબત માંથી બહાર કાઢવાનો છે. ચાલો એકબીજાને મદદ કરીએ. #આઇસ્ટેન્ડવિથહ્યુમિટી