ગુજરાત

gujarat

ETV Bharat / sitara

બોલિવુડ અભિનેત્રી સોફી ચૌધરીએ કરાવ્યું ગ્લેમરસ ફોટોશૂટ, ફોટોઝ થયા વાઈરલ - અભિનેત્રી સોફી ચૌધરીનું ફોટો શૂટ

બોલિવુડ અભિનેત્રી, સિંગર અને પર્ફોર્મર સોફી ચૌધરી (sophie chaudhary) અત્યારે સોશિયલ મીડિયા પર ઘણી જ એક્ટિવ છે. હાલમાં જ સોફીએ તેનું લેટેસ્ટ ફોટોશૂટ કરાવ્યું છે. તો સોફીએ આ ફોટો ઈન્સ્ટાગ્રામ પર શેર કરી આગ લગાવી દીધી છે. લોકોને સોફીના આ ફોટોઝ ઘણા પસંદ આવી રહ્યા છે.

અભિનેત્રી સોફી ચૌધરી
અભિનેત્રી સોફી ચૌધરી

By

Published : Jul 30, 2021, 12:16 PM IST

  • બોલિવુડ અભિનેત્રી સોફી ચૌધરીએ (sophie chaudhary)કરાવ્યું લેટેસ્ટ ફોટોશૂટ
  • સોફી ચૌધરીએ ઈન્સ્ટાગ્રામ પર ફોટોઝ શેર કર્યા
  • સોફીએ ગ્લેમરસ ફોટો શેર કરતા ફેન્સ થયા ખુશ

અમદાવાદઃ બોલિવુડ અભિનેત્રી સોફી ચૌધરી સોશિયલ મીડિયા પર પોતાના લુક્સ અને ફિટનેસના કારણે ચર્ચામાં રહે છે. તો હાલમાં જ સોફીએ એક ગ્લેમરસ ફોટોશૂટ કરાવ્યું છે. તેના કેટલાક ફોટોઝ સોફીએ ઈન્સ્ટાગ્રામ પર શેર કર્યા છે, જે લોકોને ખૂબ જ પસંદ આવી રહ્યા છે. બીજી તરફ લોકો તેની સ્ટાઈલના દિવાના છે. સોફીના આ લેટેસ્ટ ફોટોઝ સોશિયલ મીડિયા પર ઘણા વાઈરલ થઈ રહ્યા છે.

અભિનેત્રી સોફી ચૌધરી

આ પણ વાંચો :Tokyo Olympics, Day 8: ભારતની મહિલા હોકી ટીમે આયર્લેન્ડની ટીમને 1-0થી હરાવી

સોફીના ફેન્સ તેની સ્ટાઈલના કરી રહ્યા છે વખાણ

સોફીએ ઈન્સ્ટાગ્રામ પર શેર કરેલા ફોટોઝમાં તે ગુલાબી રંગના કપડાંમાં જોવા મળી રહી છે. આ ફોટોઝમાં તેની સ્ટાઈલ ઘણી જબરદસ્ત લાગી રહી છે. ફેન્સ તેના આ ફોટોશૂટના ઘણા વખાણ કરી રહ્યા છે. એક ફેને તો આ ફોટોઝ પર કમેન્ટ કરી લખ્યું હતું કે, લુકિંગ વેરી બ્યૂટિફૂલ. તો બીજા ફેને કહ્યું, આપકા સ્ટાઈલ ગજબ હૈ. ઉલ્લેખનીય છે કે, સોફી ચૌધરીએ બોલિવુડની સાથે સાથે સાઉથની ઘણી ફિલ્મોમાં કામ કર્યું છે. સોફી પ્યાર કે સાઈડ ઈફેક્ટ, શાદી નંબર 1, કિડનેપ, અગર, વન્સ અપોન અ ટાઈમ ઈન મુંબઈ દોબારા અને વેદી જેવી અનેક ફિલ્મોમાં જોવા મળી હતી.

અભિનેત્રી સોફી ચૌધરી

આ પણ વાંચો : અભિનેત્રી રવિના ટંડને ઈન્સ્ટાગ્રામ પર શેર કરી 'KGF-2' ફિલ્મના શૂટિંગની એક ઝલક

ABOUT THE AUTHOR

...view details