- બોલિવુડ અભિનેત્રી મલાઈકાએ ઈન્સ્ટાગ્રામ પર ધૂમ મચાવી
- ગ્લેમરસ વીડિયો શેર કરી મલાઈકાએ તેના ફેન્સને આપી ગિફ્ટ
- મલાઈકા પોતાના લુક્સ અને ફિટનેસના કારણે રહે છે ચર્ચામાં
અમદાવાદઃ બોલિવુડમાં પોતાના ડાન્સથી એક અલગ જ ઓળખ ઉભી કરનારી અભિનેત્રી મલાઈકા અરોરા અત્યારે સોશિયલ મીડિયા પર ઘણી જ એક્ટિવ રહે છે. તે અવારનવાર પોતાના ફેન્સ માટે નવા નવા ફોટોઝ અને વીડિયોઝ અપલોડ કરતી રહે છે. ત્યારે હાલમાં મલાઈકાએ ઈન્સ્ટાગ્રામ પર એક ગ્લેમરસ વીડિયો શેર કર્યો છે. આ વીડિયોના તેના ફેન્સ સહિત બોલિવુડના કલાકારો પણ વખાણ કરી રહ્યા છે. જોકે, આ વીડિયો જોઈને કોઈ પણ કહી ન શકે કે, મલાઈકાની સાચી ઉંમર 47 વર્ષ છે. મલાઈકાના આ વીડિયો પર સુઝૈન ખાને પણ કમેન્ટ કરી છે.