ગુજરાત

gujarat

ETV Bharat / sitara

બોલીવુડ અભિનેત્રી કેટરીના કૈફ કોરોના પોઝિટિવ - Doctor's Advice

દેશમાં કોરોનાની સ્થિતિ વણસી રહી છે ત્યારે નેતા અભિનેતાથી લઈ મોટા મોટા લોકો પણ કોરોનાની ઝપેટમાં આવી રહ્યા છે. હવે બોલીવુડ અભિનેત્રી કેટરીના કૈફ કોરોનાની ઝપેટમાં આવી છે. કેટરીનાએ કોરોનાનો રિપોર્ટ કરાવ્યો તો તેનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. કોરોના પોઝિટિવ આવ્યા પછી કેટરીના હોમ ક્વોરન્ટાઈન થઈ ગઈ છે.

By

Published : Apr 7, 2021, 8:58 AM IST

  • બોલીવુડ અભિનેત્રી કેટરીના કૈફનો કોરોના રિપોર્ટ પોઝિટિવ
  • કેટરીનાએ સોશિયલ મીડિયા પર લોકોને આપી માહિતી
  • લોકો પોતાનું ધ્યાન રાખે તેવી કેટરીનાએ કરી અપીલ

ન્યૂઝ ડેસ્કઃ બોલીવુડ અભિનેત્રી કેટરીના કૈફનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. આ અંગેની જાણકારી કેટરીનાએ સોશિયલ મીડિયા પર આપી હતી. કેટરીનાએ કહ્યું કે, મારો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે એટલે મેં પોતાને આઈસોલેટ કરી છે. હું હોમ ક્વોરન્ટાઈનમાં રહીશ.

આ પણ વાંચોઃબોલીવુડ પર કોરોના સંકટ: અક્ષય કુમાર, ભૂમિ પેડનેકર બાદ વિક્કી કૌશલનો કોરોના ટેસ્ટ આવ્યો પોઝિટિવ

સેફ્ટી પ્રોટોકોલ્સનું પાલન કરી રહી છે કેટરીના

કેટરીને વધુમાં જણાવ્યું કે, તે ડોક્ટરોની સલાહથી તમામ સેફ્ટી પ્રોટોકોલ્સનું પાલન કરી રહી છે. આ સાથે જ તેના સંપર્કમાં આવેલા તમામ લોકોને પણ કોરોના ટેસ્ટ કરાવવા કેટરીના અપીલ કરી હતી. આ ઉપરાંત કેટરીનાએ તમામ લોકો પોતાનું ધ્યાન રાખે તેવી સલાહ આપી હતી.

આ પણ વાંચોઃરામ સેતુના 45 ક્રૂ મેમ્બરો કોરોના પોઝિટિવ, શૂટ પર અનિશ્ચિત સમય માટે રોક

અક્ષય કુમારનો કોરોના રિપોર્ટ થોડા દિવસ પહેલા જ આવ્યો પોઝિટિવ

આપને જણાવી દઈએ કે, દેશમાં કોરોનાના કેસ સતત વધી રહ્યા છે. છેલ્લા કેટલાક દિવસોથી સેલિબ્રિટીઓ પણ કોરોનાની ઝપેટમાં આવી રહ્યા છે. થોડા દિવસ પહેલા જ અક્ષય કુમાર, આમીર ખાન, આલિયા ભટ્ટ, આર. માધવન, રણબીર કપૂર, ફિલ્મ નિર્દેશક સંજય લીલા ભણસાલી, ગાયક આદિત્ય નારાયણ, અભિનેત્રી ભૂમિ પેડણેકર, વિકી કૌશલ, કોમેડિયન કુણાલ કામરા અને શશાંક ખેતાન પણ કોરોના પોઝિટિવ આવ્યા હતા.

ABOUT THE AUTHOR

...view details