ગુજરાત

gujarat

ETV Bharat / sitara

એક્ટ્રેસ કંગના રનૌતનો કોરોના રિપોર્ટ આવ્યો નેગેટિવ - કંગના રનૌતનો કોરોના રિપોર્ટ આવ્યો નેગેટિવ

એક્ટ્રેસ કંગના રનૌતનો કોરોના રિપોર્ટ નેગેટિવ આવ્યો છે. કંગનાએ સોશિયલ મીડિયા દ્વારા આ વિશે માહિતી આપી છે. તેણે લખ્યું છે કે, તમારા બધાનો પ્રેમ અને શુભેચ્છાઓનો માટે આભાર.

kangana ranaut
kangana ranaut

By

Published : May 19, 2021, 10:51 AM IST

  • એક્ટ્રેસ કંગના રનૌતનો કોરોના રિપોર્ટ આવ્યો નેગેટિવ
  • સોશિયલ મીડિયા પર આપી માહિતી
  • 8 મે ના રોજ થઈ હતી કોરોના પોઝિટિવની જાણકારી

કુલ્લૂ: બોલિવૂડ એક્ટ્રેસ કંગના રનૌતનો કોરોના રિપોર્ટ નેગેટિવ આવ્યો છે. કંગનાએ સોશિયલ મીડિયા દ્વારા આ વિશે માહિતી આપી હતી. તેમણે તેના ફેન્સનો આભાર માન્યો કર્યો હતો. કંગનાએ સોશિયલ મીડિયા પર લખ્યું છે કે, 'આજે મારો કોવિડનો ટેસ્ટ નેગેટિવ આવ્યો છે. હું આ અંગે તમને ઘણું જ કહેવા માંગુ છે કે મેં વાઈરસને કેવી રીતે હરાવ્યો, પરંતુ મને કહેવામાં આવ્યું છે કે કોવિડ ફેન ક્લબની લાગણીઓને ઠેસ ના પહોંચાડું. હા સાચે જ એવા લોકો છે, જે વાઈરસના અપમાનથી દુઃખી થઈ જાય છે. તમારા બધાના પ્રેમ અને શુભેચ્છાઓ બદલ આભાર. '

આ પણ વાંચો: કઠિન સમયમાં કંગના વાંચે છે હનુમાન ચાલીસા, બહેને ખોલ્યું રાજ

કંગનાએ જણાવ્યું કોરોનાના સંક્રમણ વખતે તેણે શું કર્યું ?

કંગના રનૌતે વીડિયો સોશિયલ મીડિયા પર પણ બહાર પાડ્યો હતો. જેમાં તેણે કહ્યું છે કે, જ્યારે મારો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો ત્યારે ઘણા લોકો દુ:ખી થયા હતા, કેટલાક લોકો ખુશ પણ થયા હતા. આવી સ્થિતિમાં આ બીમારીમાંથી બહાર આવવા માટે શું કરવું અને શું ન કરવું તે અંગે કંઈ સમજમાં આવતું નહોતું. તે દરમિયાન બહેને સમજાવ્યું કે, ઘણા લોકો એવા છે કે જેઓ નાખુશ છે, તેથી શા માટે તેમની સંભાળ રાખવા માટે આ સમસ્યામાંથી બહાર આવવાનો પ્રયાસ કરીએ. કંગનાએ કહ્યું કે, બહેનની આ વાત મને ખૂબ જ ગમી અને હું ધ્યાનમાં લાગી ગઈ. આ દરમિયાન રોગપ્રતિકારક શક્તિને વધારવાની સાથે ઉકાળાનું પણ સેવન કર્યુ.

કોરોના રિપોર્ટ નેગેટિવ આવતા સોશિયલ મીડિયા પર આપી માહિતી

આ પણ વાંચો:કંગના રનૌતે ઇન્ડસ્ટ્રીમાં 15 વર્ષની કારકિર્દીમાં પહેલીવાર ટ્વિટર પર ડેબ્યૂ કર્યું

કંગનાએ 8 મે ના રોજ સોશિયલ મીડિયા પર આપી હતી કોરોના પોઝિટિવની જાણકારી

તમને જણાવી દઈએ કે, બોલિવૂડ એક્ટ્રેસ કંગના રનૌત તાજેતરમાં કોરોના પોઝિટિવ બની હતી. તેણે પોતાની જાતને ક્વોન્ટાઈન કરી લીધી હતી. કંગનાએ સોશિયલ મીડિયા દ્વારા તેના ચાહકોને આ માહિતી આપી હતી. સોશિયલ મીડિયા પર પોતાની તસવીર શેર કરતી વખતે કંગનાએ કેપ્શનમાં લખ્યું હતું કે, હું છેલ્લા કેટલાક દિવસોથી થાક અને નબળાઇ અનુભવી રહી હતી. હિમાચલ જવા વિશે વિચારી રહી હતી. તેથી 7 મે ના રોજ કોરોના ટેસ્ટ કરાવ્યો જે આજે રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે.

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details