ગુજરાત

gujarat

ETV Bharat / sitara

Bollywood Actor Dharmendraએ 'અભી ન જાઓ છોડ કે' ગીત ગાતા વીડિયો સોશિયલ મીડિયા પર શેર કર્યો

હિન્દી સિનેમાની પીઢ અભિનેતા ધર્મેન્દ્ર તાજેતરમાં ફિલ્મોથી ભલે દૂર હોય, પરંતુ ધર્મેન્દ્ર સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહે છે. તાજેતરમાં જ તેમણે સ્વિમિંગ કરતો એક વીડિયો શેર કર્યો હતો. ત્યારે આ વખતે ધર્મેન્દ્રએ જૂની યાદો તાજા કરતા એક વીડિયો ઈન્સ્ટાગ્રામ પર શેર કર્યો છે. આ વીડિયોમાં ધર્મેન્દ્ર 'અભી ન જાઓ છોડ કે કિ દિલ અભી ભરા નહીં' ગીત ગાતા નજરે પડી રહ્યા છે. આ વીડિયોના કેપ્શનમાં ધર્મેન્દ્રએ લખ્યું છે કે, આ ગીત મને ખૂબ જ ગમે છે અને આ ગીત હું મારા મિત્રો કે જે મને પ્રેમ કરે છે તેમના માટે મુકી રહ્યો છું.

Bollywood Actor Dharmendraએ 'અભી ન જાઓ છોડ કે' ગીત ગાતા વીડિયો સોશિયલ મીડિયા પર શેર કર્યો
Bollywood Actor Dharmendraએ 'અભી ન જાઓ છોડ કે' ગીત ગાતા વીડિયો સોશિયલ મીડિયા પર શેર કર્યો

By

Published : Jun 17, 2021, 11:43 AM IST

  • ધર્મેન્દ્રએ ઈન્સ્ટાગ્રામ પર શેર કર્યો વીડિયો
  • વીડિયોમાં ધર્મેન્દ્ર જૂનું ગીત ગાઈ રહ્યા છે
  • ધર્મેન્દ્રએ તેના ચાહકો માટે શેર કર્યો વીડિયો
    ધર્મેન્દ્રએ તેના ચાહકો માટે શેર કર્યો વીડિયો

આ પણ વાંચો-Viral video: ગરમાગરમ પાઉંભાજીની મઝા લેતાં કુણાલનું મોં બળી ગયું, પત્ની સોહાએ કરી દીધી મજેદાર વીડિયો પોસ્ટ

અમદાવાદઃ હિન્દી સિનેમાની પીઢ અભિનેતા ધર્મેન્દ્ર 85 વર્ષની ઉંમરે પણ ખૂબ જ એક્ટિવ રહે છે. તેઓ પોતાનો મોટા ભાગનો સમય પોતાના ફાર્મ હાઉસમાં પસાર કરે છે. જોકે, આ તમામની વચ્ચે પણ ધર્મેન્દ્ર પોતાના ચાહકો માટે સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહે છે. ધર્મેન્દ્ર અવારનવાર પોતાના ફોટોઝ અને વીડિયો શેર કરીને લોકોને ચોંકાવી દે છે.

આ પણ વાંચો-બોલિવૂડ અભિનેત્રી ડાયના પેન્ટીના વીડિયોએ સોશિયલ મીડિયામાં મચાવી ધૂમ


'હમ દોનો' ફિલ્મનું ગીત ગાતા જોવા મળી રહ્યા છે ધર્મેન્દ્ર
આ વખતે ધર્મેન્દ્રએ પોતાનો એક વીડિયો ઈન્સ્ટાગ્રામ પર શેર કર્યો છે, જેમાં તેઓ વર્ષ 1961માં રિલીઝ થયેલી ફિલ્મ 'હમ દોનો'નું ગીત 'અભી ન જાઓ છોડ કે કિ દિલ અભી ભરા નહીં' ગીત ગાતા નજરે પડી રહ્યા છે. જોકે, ફિલ્મના આ ગીતમાં દેવાનંદ ગીત ગાતા જોવા મળી રહ્યા છે. જોકે, આ ગીત ધર્મેન્દ્રનું પણ ફેવરિટ હોવાથી તેમણે આ ગીત ગાતો પોતાનો વીડિયો ઈન્સ્ટાગ્રામ પર શેર કર્યો હતો.

ABOUT THE AUTHOR

...view details