ગુજરાત

gujarat

ETV Bharat / sitara

બોલીવુડ અભિનેતા એજાઝ ખાનની ડ્રગ્સ કેસમાં ધરપકડ

NCB (નાર્કોટિક્સ કન્ટ્રોલ બ્યૂરો)એ ડ્રગ્સ કેસમાં હવે બોલીવુડ અભિનેતા એજાઝ ખાનની ધરપકડ કરી છે. ડ્રગ પેડલર શાદાબ બટાટાની ધરપકડ બાત આ મામલામાં એજાઝ ખાનનું પણ નામ સામે આવ્યું હતું.

By

Published : Mar 31, 2021, 9:23 AM IST

Updated : Mar 31, 2021, 10:16 AM IST

બોલીવુડ અભિનેતા એજાઝ ખાનની ડ્રગ્સ કેસમાં ધરપકડ
બોલીવુડ અભિનેતા એજાઝ ખાનની ડ્રગ્સ કેસમાં ધરપકડ

  • NCBએ બોલીવુડ અભિનેતા એજાઝ ખાનની ધરપકડ કરી
  • નશીલા પદાર્થનો તસ્કર શાદાબ બટાટાની પૂછપરછ દરમિયાન એજાઝ ખાનનું નામ સામે આવ્યું
  • તપાસ કરનારી ટીમે આ મામલામાં અંધેરી અને લોખંડવાલા વિસ્તારમાં દરોડા પાડ્યા હતા

આ પણ વાંચોઃડ્રગ્સ કેસમાં ફિલ્મ નિર્માતા શંકર ગૌડાની બેંગલુરુમાં ધરપકડ

મુંબઈઃ NCBએ બોલીવુડ અભિનેતા એજાઝ ખાનની ધરપકડ કરી છે. ટેલિવિઝન કાર્યક્રમ બિગબોસના પૂર્વ સ્પર્ધક એજાઝ ખાનની નશીલા પદાર્થ મામલામાં ધરપકડ કરવામાં આવી છે. અધિકારીઓએ જણાવ્યું હતું કે, નશીલા પદાર્થનો તસ્કર શાદાબ બટાટાની પૂછપરછ દરમિયાન એજાઝ ખાનનું નામ સામે આવ્યું હતું.

આ પણ વાંચોઃકુખ્યાત ડ્રગ માફિયા અલ ચાપોની પત્નીની ધરપકડ, ડ્રગની હેરાફેરીનો આરોપ

એજાઝ ખાન NCB કાર્યાલય પહોંચતા તેની ધરપકડ કરાઈ

અધિકારીઓએ આ અંગે જણાવ્યું હતું કે, તપાસ કરનારી ટીમે આ મામલામાં અંધેરી અને લોખંડવાલા વિસ્તારમાં દરોડા પાડ્યા હતા. એજાઝ ખાન NCB કાર્યાલય પહોંચતા તેની ધરપકડ કરવામાં આવી હતી. અધિકારીઓએ એજાઝ ખાનનું નિવેદન નોંધી લીધું છે.

સુશાંતસિંહ રાજપૂતની આત્મહત્યાના કેસમાં ડ્રગ્સ કનેક્શન બહાર આવ્યું હતું

આપને જણાવી દઈએ કે, બોલીવુડ અભિનેતા સુશાંતસિંહ રાજપૂત આત્મહત્યા કેસની તપાસ દરમિયાન ડ્રગ્સ કનેક્શન બહાર આવ્યું હતું. આ ડ્રગ્સ કેસમાં દીપિકા પાદુકોણ, શ્રદ્ધા કપૂર, સારા અલી ખાન, રિયા ચક્રવર્તી અને તેનો ભાઈ શોવિક ચક્રવર્તી, અર્જુન રામપાલ અને તેની ગર્લફ્રેન્ડ જેવી અનેક હસ્તીઓના નામ સામે આવ્યા હતા. આ તમામના મોબાઈલ ફોનની તપાસ માટે ગુજરાતની FSLને મોકલવામાં આવ્યા હતા. ગુજરાતની FSLએ 35 મોબાઈલના લોક તોડી નાખ્યા હતા. હવે આગામી તપાસ ચાલી રહી છે.

Last Updated : Mar 31, 2021, 10:16 AM IST

ABOUT THE AUTHOR

...view details