ટીવી એક્ટ્રેસ મૌની રૉય સીરિયલની સાથે સાથે બોલિવુડ ફિલ્મો પણ કરી રહી છે. તેણી 'ગોલ્ડ' અને 'રૉ' બાદ હવે આગામી ફિલ્મ 'બ્રહમાસ્ત્ર' માં પણ દેખાશે. થોડા દિવસો અગાઉ એવી ઘોષણા કરવામાં આવી હતી કે, મૌની રૉય નવાઝુદ્દીન સિદ્દીકી સાથેની ફિલ્મ 'બોલે ચૂડિયા' માં નજર આવશે પરંતુ હવે ખબરોની માનીએ તો અભિનેત્રીને ફિલ્મમાંથી બહાર કરવામાં આવી છે. જેનું કારણ છે મૌનીનું અનપ્રોફેશનલ બિહેવિયર...
જો કે, 'બોલે ચૂડિયા' ના નિર્માતાનું કહેવું છે કે, તેઓએ મૌની રૉયને ખબરોમાં લાવવા માટે ખુબ જ પૈસાઓ ખર્ચ કર્યા છે પરંતુ એક વાર લાઈમલાઈટમાં આવ્યા બાદ મૌની અને તેની એજન્સી ફિલ્મને આપવામાં આવેલી તારીખોને અન્ય ફિલ્મ માટે ઉપયોગ કરવા માંગતી હતી. MOU (પરસ્પર સહમતીથી કરાર) કર્યા બાદ પણ તેમની ટેલેન્ટ એજન્સી એવું કહેતી રહી છે મૌની ટ્રાવેલ કરી રહી છે. એજન્સી આશ્વાસન આપી રહી છે કે, તેઓ મૌનીને 1-2 દિવસમાં સ્ક્રિપ્ટ આપશે. તેઓની આ બાબત બાદ જ ફિલ્મના ફર્સ્ટ લુકની ઘોષણા કરવામાં આવી હતી. તેવામાં આ બાબત સીધી રીતે કહીએ તો વિશ્વાસઘાત સમાન છે.
આ બાબત વિશે જ્યારે ફિલ્મ નિર્માતાને પૂછવામાં આવ્યું તો રાજેશ ભાટિયાએ કહ્યું કે, અમે આ વાતને અવગણીએ છિએ કે અમારામાંથી કોઈએ પણ મૌની સાથે ખોટું વર્તન કર્યું છે. કોન્ફરન્સ રુમમાં એ વખતે 25 લોકો પહેલાથી જ હાજર હતા, જ્યારે મૌની રૉય સ્ક્રિપ્ટ રીડિંગના નક્કિ કરેલા સમય કરતા 3 કલાક મોડી આવી હતી. સાચું તો એ છે કે, મૌનીનો સ્વભાવ બેજવાબદાર છે. તે વેકેશન માણવામાં વ્યસ્ત હતી અને તેઓએ અત્યાર સુધી એકવાર પણ સ્ક્રિપ્ટ રીડિંગમાં ભાગ લીધો હશે.
તેઓએ વધુમાં કહ્યું કે, અમે ફિલ્મ માટે એક મોટી રકમ લગાવી છે અને તેને પૂર્ણ વિનમ્રતા સાથે કોઈપણ પ્રોફેશનલિઝ્મ અને ફિલ્મ પ્રતિ સમર્પણ દેખાડવા માટે કહેવું ખોટું છે તો હું તેમને યાદ કરવવા માગું છું કે, ફિલ્મ બનાવવી એ સરળ કામ નથી તેમાં ધણા પૈસા લાગે છે અને ફિલ્મ બનાવવી એ કોઈ અમારા માટે સમયપસાર કરવા જેવી બાબતો નથી. જ્યારથી અમે મૌનીને 'બોલે ચૂડિયા' માટે સાઈન કરી છે ત્યારથી ખુદ મૌની અને તેમની એજન્સીનું વર્તન બેજવાબદાર થઈ ગયું છે. ત્યા સુધી કે અમે તેઓને મહેનતાણું પણ પહેલાથી આપી દીધું છે.