મુંબઈ: બોલિવૂડના જાણીતા કપલ બિપાશા બાસુ અને કરણ સિંહ ગ્રોવર ફરી એકવાર પડદા પર દેખાવા માટે તૈયાર છે. આ બંને થ્રીલર ફિલ્મ 'ડેંજરસ'માં સાથે જોવા મળશે.
બિપાશાએ કહ્યું કે, "અમારા ફેંસ મને અને કરણને ફરીથી સ્ક્રીન પર જોવા માગતા હતા. 'ડેંજરસ'ની સ્ક્રિપ્ટ ખરેખર મને રસપ્રદ લાગી હતી. ઘણા બધા ટ્વિસ્ટ છે કે, તમે ફરીથી દંગ થઈ જશો અને ફરીથી સાથે ફરી કામ કરવા માટે આ પરફેક્ટ પ્રોજેક્ટ લાગ્યો હતો."
આ અંગે કરણે કહ્યું, "એક દર્શક અને અભિનેતા તરીકે, થ્રિલર હંમેશા મને આકર્ષિત કરે છે. મને સારી ડિટેક્ટીવ ફિલ્મ જોવાની મજા આવે છે અને ‘ડેંજરસ’ એક એવી ફિલ્મ છે. જેનો તમે અંત સુધી અંદાઝ લગાવતા રહેશો. પ્રેક્ષકો આ અંગે શું પ્રતિક્રિયા આપે છે તે જાણવા માટે રાહ જોઈ રહ્યો છું."
2015 માં આ બંને પહેલીવાર હોરર ફિલ્મ 'અલોન' માં સાથે જોવા મળ્યા હતા.
ફિલ્મ 'ડેંજરસ' વિક્રમ ભટ્ટ દ્વારા લખવામાં આવી છે અને તેનું દિગ્દર્શન ભૂષણ પટેલે કર્યું છે. સુયશ રાય, નતાશા સુરી, સોનાલી રાઉત અને નીતિન અરોરા જેવા કલાકારો પણ આ ફિલ્મમાં જોવા મળશે. આ ફિલ્મ 14 ઓગસ્ટના ઓટીટી પ્લેટફોર્મ એમએક્સ પ્લેયર પર રિલીઝ થશે.