'બિગ બોસ-13' શૉ પ્રીમીયર 10 બાદ જ વિવાદોમાં સપડાયો છે. કરણી સેના દ્વારા સોમવારે 'બિગ બોસ શૉ'ને તાત્કાલિક બંધ કરવાની માગ કરાઈ હતી. તેમણે સૂચના અને પ્રસારણ પ્રધાન પ્રકાશ જાવડેકરને પત્ર લખ્યો હતો. જેમાં તેમણે આ કાર્યક્રમને ભારતીય સંસ્કૃતિને નુકસાન કરતો હોવાનું જણાવ્યું હતું. તો બીજી તરફ મુઝફ્ફરનગર જિલ્લામાં હિન્દુ સંગઠનોના લોકોએ બિગ બોસ શૉ પર એશ્લીલતાનો પ્રચાર કરતો હોવાનો આરોપ મૂક્યો હતો. ત્યારબાદ અભિનેતા સલમાન ખાન સામે વિરોધ પ્રદર્શન કરી તેના પૂતળાને સળગાવ્યો હતો.
'બિગ બોસ' શૉ વિવાદમાં.... કરણી સેનાએ સલમાન ખાનના શૉ પર પ્રતિબંધની કરી માગ - બિગ બોસ શૉ ન્યૂઝ
મુંબઈઃ અભિનેતા સલમાન ખાનના ચર્ચિત શૉ 'બિગ બોસ-13'નો કરણી સેના દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યો છે. સોમવારે આ કાર્યક્રમને બંધ કરવામાં માટે સૂચના અને પ્રસારણ પ્રધાન પ્રકાશ જાવડેકરને પત્ર લખ્યો હતો. જેમાં આ શૉને બંધ કરવાનું કારણ ભારતીય સંસ્કૃતિનું હનન થતું હોવાનું જણાવ્યું હતું.
'બિગ બોસ 13'ના પ્રિમિયર સપ્ટેમ્બર 2019માં થયું હતું, ત્યારથી ઘરને લઈ અનેક વિવાદો સામે આવ્યાં છે. આ પહેલાં પણ કરણી સેનાએ ફિલ્મ પદ્માવત અને મણિકર્ણિકાઃ 'દ ક્વીન ઓફ ઝાંસી' પર પ્રતિબંધ કરવાની માગ કરી હતી.
સુત્રોના જણાવ્યાં અનુસાર, ઓલ ઈન્ડિયા ટ્રેડર્સના પરિસંઘે પણ બિગ બોસ 13 પર પ્રતિબંધ લગાવવાની માગ કરી હતી. આ શૉમાં સામાન્ય માણસને જગ્યા આપવામાં આવી હતી. ફક્ત રૂપેરી પડદે જાણીતા ચહેરાઓને જ શૉમાં સ્થાન અપાયું છે. જેમાં લોકપ્રિય કલાકાર, સિદ્ધર્થ શુક્લા, રશ્મિ દેસાઈ, દલજીત કૌર અને દેવોલીના ભટ્ટાચાર્યે ભાગ લીધો છે.